Western Times News

Gujarati News

દુબઈમાં મહિલા પબ્લિસિટી સ્ટંટ માટે નગ્ન થઈ હતી

નવી દિલ્હી: દુબઈમાં બાલ્કનીમાં ઊભા રહીને નગ્ન પોઝ આપનાર મહિલાઓની પોલીસે ધરપકડ કરી છે. એક મકાનમાંથી તેનો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જેમાં દુબઇ મરિના પરના પેન્ટહાઉસ એપાર્ટમેન્ટની સામે અનેક નગ્ન મહિલાઓ પોઝ આપતી હોવાનું જાેવા મળે છે. ઊંચી બિલ્ડિંગની બાલ્કનીમાં એક શખ્સ મહિલાઓની ફિલ્મ ઉતારતો હોવાનું ફૂટેજમાં જાેવા મળે છે. આ કલીપ ટિ્‌વટર પર શેર કરવામાં આવી હતી. દુબઈ પોલીસના જણાવ્યા મુજબ જે લોકોની ધરપકડ કરવામાં આવી છે,

તેમના પર જાહેર વ્યભિચારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ધ નેશનલના અહેવાલ મુજબ મહિલાઓને સરકારી વકીલ સમક્ષ હાજર કરવામાં આવી છે. રિપોર્ટમાં ઉમેરવામાં આવ્યું છે કે તેઓ પબ્લિસિટી સ્ટંટ માટે નગ્ન થઈ હતી. ઉલ્લેખનીય છે કે, યુએઈમાં સાઈબરક્રાઈમના નિયમો ખૂબ કડક છે. એમાં પણ ખાસ કરીને સોશિયલ મીડિયામાં તો ખૂબ કડક વલણ અપનાવવામાં આવે છે. કોઈપણ વસ્તુ કે જેને ‘અશ્લીલ’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, તેમા દંડ અથવા કસ્ટડીયલ અપરાધનો ગુનો લાગે છે.

આ નિયમો તસ્વીર અથવા વિડીયો રેકોર્ડિંગ શેર કરતા લોકોને પણ લાગુ પડે છે. નોંધનીય છે કે, મુસ્લિમ બહુમતી ધરાવતા યુએઈમાં ભૂતકાળમાં અનેક વખત લાઇસન્સ વિના દારૂ પીવા અથવા જાહેરમાં ચુંબન કરવા જેવા ગુનામાં લોકોને જેલભેગા કરવામાં આવ્યા હતા. દુબઈ પોલીસ ફોર્સ ડિપાર્ટમેન્ટના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, “દુબઈ પોલીસ એમિરાતી સમાજના મૂલ્યો અને નીતિના વિરોધની ગતિવિધિ સામે ચેતવણી આપે છે. ધરપકડ કરાયેલ મહિલાઓ સામે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે

આગળની કાનૂની કાર્યવાહી માટે સરકારી વકીલને રિફર કરવામાં આવ્યા છે.” નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, જુગાર અથવા અશ્લીલ સાહિત્ય માટે ઇલેક્ટ્રોનિક ફોરમનું સંચાલન કરનાર, સ્થાપિત કરનાર અથવા તેની દેખરેખ રાખનાર અથવા વેબસાઈટથી પ્રકાશિત કરનારને જેલની સજા અને ૨૫૦,૦૦૦થી ૫૦૦,૦૦૦ દિરહામ સુધીના દંડની જાેગવાઈ છે. દુબઈમાં બાલ્કનીમાં ઉભા રહીને નગ્ન પોઝ આપનાર મહિલાઓને છ મહિના સુધીનો કારાવાસ અને ૧,૦૦૦ પાઉન્ડનો દંડ ભોગવવો પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.