Western Times News

Gujarati News

ઉત્તર કોરિયાએ દાવો કર્યો: શરૂઆતથી અત્યાર સુધી એક પણ પોઝિટિવ કેસ નથી

નવીદિલ્હી: ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે, તેમની બોર્ડરમાં હજુ સુધી કોરોના વાયરસનું સંક્રમણ ઘુસી નથી શક્યું. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(ડબલ્યુએચઓ)ને રજૂ કરવામાં આવેલા પોતાના રિપોર્ટમાં એક વખત ફરીથી ઉત્તર કોરિયાએ જણાવ્યું કે, ત્યાં હજુ સુધી કોવિડ-૧૯નો એક પણ કેસ નથી આવ્યો અને તેનો રિપોર્ટ રેકૉર્ડ યથાવત છે.

જણાવી દઇએ કે, કોવિડ-૧૯ મહામારીની શરૂઆતના એક વર્ષથી વધુ સમય વીતી ચૂક્યો છે અને હજુ સુધી ઉત્તર કોરિયાએ પોતાના પ્રયાસોના કારણે ઘાતક વાયરસથી દૂરી યથાવત્‌ રાખી છે. આ તબક્કામાં તેમણે પોતાની બોર્ડરને બંધ કરી દીધી, પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવી દીધો સાથે જ રાજદૂતોને બહાર કરી દીધા.

આ સિવાય બોર્ડર પાર ટ્રાફિકને લગભગ બંધ કરી દેવાયો અને મહામારીના લક્ષણ દેખાતા જ હજારો લોકોને ક્વોરન્ટાઇન કરી દેવાયા પરંતુ ત્યારબાદ પણ ઉત્તર કોરિયાનું કહેવું છે કે, તેના દેશમાં કોરોનાનો એક પણ કેસ સામે નથી આવ્યો.

ઉત્તર કોરિયાએ કોરોના વાયરસથી દેશને બચાવવા માટે પોતાના પ્રયાસોને રાષ્ટ્રના અસ્તિત્વનો સવાલ ગણાવ્યો હતો.ઉત્તર કોરિયાના આ દાવા પર ભરોસો કરવો મુશ્કેલ છે કારણ કે ઉત્તર કોરિયાની સ્વાસ્થ્ય વ્યવસ્થા સારી સ્થિતિમાં નથી અને દેશનો વેપાર પણ સંક્રમણથી પ્રભાવિત ચીનની સાથે છે અને આ વેપાર તેની અર્થવ્યવસ્થા માટે જીવન રેખા સમાન છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ઉત્તર કોરિયાના પ્રતિનિધિ એડવિલ સલ્વાડોરે બુધવારે જણાવ્યું કે, ઉત્તર કોરિયાએ કહ્યું કે, તેમણે મહામારીની શરૂઆતથી ૧ એપ્રિલ સુધી ૨૩,૧૨૧ લોકોની તપાસ કરી છે, પરંતુ તેમાંથી કોઇ પણ સંક્રમિત નથી થયું. સલ્વાડોરે કહ્યું કે, ઉત્તર કોરિયાએ ૨૬ માર્ચથી ૧ એપ્રિલની વચ્ચે ૭૩૨ લોકોના ટેસ્ટ કર્યા. ડબ્લ્યુએચઓના અધિકારીઓએ જણાવ્યું કે, ઉત્તર કોરિયા ક્વોરન્ટાઇન કરવામાં આવેલા લોકોની સંખ્યા હજુ એજન્સીની સાથે શેર નથી કરવામાં આવી રહી. ઉત્તર કોરિયાએ મંગળવારે કહ્યું હતું કે, તેઓ કોરોના વાયરસ વિરૂદ્ધ પોતાના ખેલાડીઓની રક્ષા કરવા માટે ટોક્યો ઓલમ્પિકમાં ભાગ નહીં લે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.