Western Times News

Gujarati News

માહિતી ખાતાની ભરતીની પ્રિલિમનરી પરીક્ષા મોકૂફ

Files Photo

માહિતી-પ્રસારણ વિભાગ હેઠળ વર્ગ-૧,૨, ૩ની ભરતી માટે ૧૦ એપ્રિલે પરીક્ષા યોજાવવાની હતી જે મુલતવી

અમદાવાદ, ગુજરાતમાં વધી રહેલા કોરોનાની મહામારીના સંકટ વચ્ચે ચૂંટણી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાઈ રહી હોવાથી અનેક સવાલો ઉભા થયાં હતાં. હાલમાં રાજ્યમાં કોરોનાના કેસોમાં ખૂબજ વધારો થવાથી માહિતી નિયામકની કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટેની પ્રિલિમનરી પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે.

આ પરીક્ષાની નવી તારીખ અંગેની વિગતો માટે ઓજસ તથા માહિતી ખાતાની વેબસાઈટ પર મુકવામાં આવશે. તે ઉપરાંત ગુજરાત જાહેર સેવા આયોગની એપ્રિલ મહિનામાં લેવાનાર તમામ લેખિત પરીક્ષા મોકુફ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળ વર્ગ-૧,૨ અને ૩ની ભરતી માટે આગામી ૧૦મી એપ્રિલે પરીક્ષા યોજાવાની હતી. આ પરીક્ષામાં પાંચ હજાર કરતાં પણ વધારો ઉમેદવારો પરીક્ષા આપવાના હતાં. નાયબ માહિતી નિયામક વર્ગ-૧, સહાયક માહિતી નિયામક વર્ગ-૨ની પ્રિલિમનરી પરીક્ષા ૧૦ એપ્રિલે સવારે ૧૦ વાગ્યે યોજાવાની હતી. જ્યારે સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ-૩ની પરીક્ષા બપોરે ૩ વાગ્યે ફાળવવામાં આવેલા વિવિધ સેન્ટરો પર યોજાવાની હતી. હવે આ પરીક્ષાઓ કોરોના સંક્રમણને કારણે અનિશ્ચિત મુદ્દત સુધી મોકુફ રાખવામાં આવી છે.

જીપીએસસીના દિનેશ દાસાએ ટિ્‌વટર પર ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધવાને લીધે જીપીએસસી દ્વારા એપ્રિલમાં લેવામાં આવનાર તમાર લેખિત પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવે છે. જ્યાં સુધી કોરોનાનું સંક્રમણ ઓછું નહીં થાય ત્યાં સુધી આ પરીક્ષાઓ લેવામાં આવશે નહીં એમ કમિશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

વિભાગ તરફથી ઉમેદવારોને એવુ જણાવવામાં આવ્યું છે કે માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક (વર્ગ-૧), સહાયક માહિતી નિયામક (વર્ગ-૨) તથા સિનિયર સબ-એડિટર(વર્ગ-૩) તથા માહિતી મદદનીશ (વર્ગ-૩) – એમ વિવિધ સંવર્ગની ભરતી સંબંધિત ઓજસ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતો અનુક્રમે ૨/૨૦-૨૧ અને ૧/૨૦-૨૧, તારીખઃ ૨૨/૦૧/૨૦૨૧ના રોજ બહાર પાડવામાં આવી હતી.

જેની પરીક્ષા આગામી ૧૦ એપ્રિલે યોજાવાની હતી. પરંતુ હાલમાં અન્ય સૂચના ના થાય ત્યાં સુધી મોકુફ રાખવામાં આવી છે. વિભાગે ઉમેદવારોએ નવી તારીખો માટે ઓજસ તથા માહિતી ખાતાની વેબસાઈટ જાેતા રહેવાની ભલામણ પણ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.