Western Times News

Gujarati News

ભારતમાં માત્ર ૫.૫ દિવસનો વેક્સિન સ્ટોક બચ્યો છે

Files Photo

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. સાથે જ દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયા પર પૂરજાેશમાં ચાલી રહી છે. પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલય પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં જે સ્પીડથી વેક્સિનેશન થઈ રહ્યું છે તે અનુસાર માત્ર ૫.૫ દિવસ ચાલે તેટલી વેક્સિન બચી છે. વધુ એક અઠવાડિયાના સપ્લાય માટે વેક્સિન પાઈપલાઈનમાં છે. કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીએ તો આ આંકડો ચિંતાજનક છે. આંધ્રપ્રદેશ અને બિહારની વાત કરી કરીએ તો અહીં વેક્સીનનો સ્ટોક બે દિવસ ચાલે તેટલો પણ નથી. ઓરિસ્સા જેવા રાજ્યો પાસે પણ ૪ દિવસનો સ્ટોક છે.

સ્વાસ્થ્ય મંત્રાલય પાસેથી પ્રાપ્ત આ ડેટાનું વિશ્લેષણ ગુરુવારે બપોરે ૧૨.૩૦ સુધી પ્રત્યેક રાજ્યમાં મોકલવામાં આવેલા ટોટલ ડોઝ, અગાઉ ઉપયોગમાં લેવામાં આવેલા ડોઝ, જે ડોઝ પાઈપલાઈનમાં છે અને એક એપ્રિલથી પ્રત્યેક રાજ્યમાં દરરોજ કરવામાં આવેલા સરેરાશ વેક્સીનેશન પર આધારિત છે. તમને જણાવી દઈએ કે, પહેલી એપ્રિલથી ૪૫ વર્ષ અથવા તેનાથી વધારે ઉંમર ધરાવતા તમામ લોકોને રસી આપવામાં આવી રહી છે. જાે આખા દેશની વાત કરીએ તો એપ્રિલમાં દરરોજ વેક્સિનેશનનો દર લગભગ ૩.૬ મિલિયન ડોઝ છે. કોઈ પણ રીતે વેક્સીનનો ૧૯.૬ મિલિયન ટોટલ સ્ટોક આગામી ૫.૫ દિવસ સુધી જ ચાલી શકશે. આ સિવાય વેક્સિનના જે ૨૪.૫ મિલિયન ડોઝ પાઈપલાઈનમાં છે, તે આગામી એક અઠવાડિયા માટે પૂરતા છે, પરંતુ જાે રસીકરણની પ્રક્રિયાની ઝડપ એક પગલું પણ આગળ વધારવામાં આવશે

તો વર્તમાન અને આવનારો સ્ટોક બન્ને પૂરા થઈ જશે. આંધ્રપ્રદેશ પાસે વેક્સીનના માત્ર ૧.૪ લાખ ડોઝ છે જે એક દિવસથી થોડા વધારે ચાલશે, અહીં એક એપ્રિલથી દરરોજ ૧.૧ લાખ ડોઝ આપવામાં આવી રહ્યા છે. રાજ્ય માટે જે ૧૪.૬ લાખ ડોઝ પાઈપલાઈનમાં છે તે કેટલા જલ્દી પહોંચે તેના પર ર્નિભર કરે છે. બિહારની પણ લગભગ આ જ પરિસ્થિતિ છે. અહીં દરરોજ લગભગ ૧.૭ લોકોને રસી આપવામાં આવી રહી છે,

જ્યારે હવે માત્ર ૨.૬ લાખ ડોઝ બાકી રહ્યા છે. ગત સપ્તાહમાં મહારાષ્ટ્રમાં સૌથી ઝડપી રસીકરણની પ્રક્રિયા થઈ હતી. અહીં દરરોજ ૩.૯ લાખ લોકોને રસી આપવામાં આવી રહી છે. આ સ્થિતિમાં રાજ્ય પાસે માત્ર૧૫ લાખ ડોઝ સ્ટોકમાં છે, જે ૪ દિવસ માટે પણ પૂરતા નથી. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ઓરિસ્સા અને મધ્યપ્રદેશમાં પણ ચાર દિવસ સુધી ચાલે તેટલો સ્ટોક છે. આ માહિતી પરથી જાણવા મળે છે અમુક રાજ્ય વેક્સીનની તંગીનો સામનો કરી રહ્યા છે. આ વિશ્લેષણ પાછલા અઠવાડિયે થયેલા સરેરાશ રસીકકરણ પણ આધારિત છે. જે રાજ્યોમાં કોરોના ઝડપથી વકરી રહ્યો છે તે વેક્સીનેશનની ઝડપ પણ વધારવાનો પ્રયાસ કરતા હશે. આવી પરિસ્થિતિમાં રસીના ડોઝની અછત ચિંતાજનક છે. ઉદાહરણ તરીકે, મહારાષ્ટ્રમાં ૨ એપ્રિલના રોજ વેક્સીનના ૫.૧ લાખ ડોઝ ઉપયોગમાં લેવામાં આવ્યા હતા, અને જાે આ ઝડપથી રસીકરણની પ્રક્રિયા ચાલશે તો ત્યાં હવે ત્રણ દિવસથી ઓછો સ્ટોક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.