Western Times News

Gujarati News

દેશની આર્થિક હાલત ખુબ કફોડી છે : કોંગ્રેસનો દાવો

પ્રતિકાત્મક તસવીર

નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટી આરબીઆઈ પાસેથી સરકારને મળી રહેલા ૧.૭૬ લાખ કરોડ રૂપિયાને લઇને સાવધાન થઇ ગઇ છે અને આક્ષેપોનો મારો શરૂ થઇ ગયો છે. ૧.૭૬ લાખ કરોડ રૂપિયાના મામલાને ઉઠાવીને દેશની અર્થવ્યવસ્થા ખરાબ હાલતમાં હોવાનો દાવો કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે. યુપીએ સરકારમાં વાણિજ્યમંત્રી રહી ચુકેલા આનંદ શર્માએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું છે કે, દેશની આર્થિક સ્થિતિ  ઉપર અનેક પ્રકારની આશંકાઓ પ્રગટ કરવામાં આવી ચુકી છે.

કોંગ્રેસના લોકો પહેલા પણ કહી ચુક્યા છે કે, સરકાર દેશને દેવાળુ ફુંકવાની દિશામાં આગળ વધારી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી સતત નજરઅંદાજ દરેક બાબતને કરી શકે નહીં. આ સંદર્ભમાં શ્વેતપત્ર લાવીને વાસ્તવિક સ્થિતિને રજૂ કરવાની માંગણી કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કહ્યું છે કે, મોદી સરકાર આવતાની સાથે જઅર્થ વ્યવસ્થા ચારેબાજુથી ધરાશાયી થઇ ગઇ છે.

બિમલ જાલન સમિતિની ભલામણ ઉપર તેઓએ પ્રશ્નો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, આ પહેલા બનેલી કોઇપણ સમિતિએ કન્ટેજન્સી રિઝર્વ બફર ૮ ટકાથી નીચે લાવવા સુધી વિચારણા પણ કરી નથી. એક વખતમાં પૂર્ણ સરપ્લસ રકમ સરકારને ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. આ ખુબ જ ભયાનક આર્થિક સ્થિતિના સંકેત મળે છે. આનંદ શર્માએ દાવો કરતા કહ્યું હતું કે, રિઝર્વ બેંકના બફર સ્ટોક ડેન્જર ઝોનમાં છે. હજુ સુધી તમામ કમિટિઓ જે બનાવાઈ છે તે કમિટિઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, આઠ ટકાથી નીચે સીઆરબીની સ્થિતિ રહેવી જોઇએ નહીં. હવે સેન્ટ્રલ બેંક મારફતે સીઆરબીનો આંકડો ૫.૫ ટકાની નીચી સપાટી પર લાવવામાં આવ્યો છે જે ખુબ જ ખતરનાક સ્તર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.