Western Times News

Gujarati News

૪ ભારતીય નાવિકો પ્રથમવાર ટોકિયો ઓલિમ્પિકમાં ભાગ લેશે

નવી દિલ્હી: પહેલી વખત ટોક્યો ખાતે યોજાનારા ઓલમ્પિકમાં ભારતના ૪ સેલર (નાવિકો) હિસ્સો લેશે અને ઈતિહાસ સર્જાશે. વિષ્ણુ સરવનન ઉપરાંત ગણપતિ ચેંગપ્પા અને વરૂણ ઠક્કરની જાેડી ઓમાનમાં એશિયાઈ ક્વોલિફાયર દ્વારા ઓલમ્પિક માટે ક્વોલિફાઈ થઈને ભારતીય રમતના ઈતિહાસમાં નવો અધ્યાય જાેડવામાં સફળ રહ્યા છે. નેત્રા કુમાનન બુધવારે ટોક્યો ઓલમ્પિક માટે ક્વોલિફાઈ થનારી પ્રથમ ભારતીય મહિલા સેલર બની હતી.

તેમણે મુસાનાહ ઓપન ચેમ્પિયનશિપ દ્વારા લેઝર રેડિયલ સ્પર્ધામાં ક્વોલિફાઈ કર્યું હતું. ભારત પહેલી વખત ઓલમ્પિકમાં ૩ સ્પર્ધાઓમાં ઉતરશે. અત્યાર સુધી ભારત ઓલમ્પિકની માત્ર એક જ સ્પર્ધામાં ઉતર્યું હતું પરંતુ ૪ જગ્યાએ તેના ૨ સેલર રમતના મહાકુંભમાં જગ્યા બનાવવામાં સફળ થયા છે. ભારતીય યાચિંગ સંઘના સંયુક્ત સચિવ કેપ્ટન જિતેન્દ્ર દીક્ષિતે જણાવ્યું કે, ‘હા, ઈતિહાસ સર્જાયો છે. ૪ ભારતીય સેલર્સે ઓલમ્પિકની ૩ સ્પર્ધા માટે ક્વોલિફાઈ કર્યું છે. તે ક્વોલિફાઈ થનારા સેલરની સૌથી વધુ સંખ્યા છે અને સાથે જ સ્પધાર્ોની પણ.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.