Western Times News

Gujarati News

ડોક્ટર દંપતીની ગામમાં ખૂંખાર પશુઓની સેવા

નવી દિલ્હી: ડૉક્ટરીનો અભ્યાસ પૂરો કર્યા પછી લોકો મોટી હોસ્પિટલમાં નોકરી કરે છે. પોતાનું ક્લિનિક ખોલે છે અથવા તો નર્સિંગ હોમ ચલાવે છે. સેવાની સાથે પૈસા પણ કમાય છે. પરંતુ આજે અમે તમને જે ડૉક્ટર દંપતિ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. તેમણે આ તમામથી તદ્દન વિપરીત કામ કર્યું. ડૉક્ટરનો અભ્યાસ પૂરો કર્યા પછી એક નાના ગામમાં પાછા આવ્યા અને માનવતાની સેવા કરવા લાગ્યા. આ નાના ગામનું નામ છે હેમલક્સા. જે પડે છે મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત જિલ્લા ગઢચિરૌલીમાં.

આ કહાની પણ અમે તમને બતાવીશું, પરંતુ તે પહેલાં અમે તેમને થોડા રોમાંચિત કરવાનો પ્રયાસ કરીએ છીએ. સારું, જરા વિચારો કે તમારી સામે અચાનક કોઈ ચિત્તો આવી જાય, કોઈ રીંછ, ઝરખ કે બીજું કોઈ ખૂંખાર પ્રાણી આવી જાય તો તમારી શું સ્થિતિ થશે? તમારા તો હાંજા ગગડી જાય ને. પરંતુ આ તમામ નામ તમે વાંચ્યા તેમની સાથે રાત દિવસ પસાર કરે છે એક દંપતિ.

આ દંપતિનું નામ છે ડૉ. પ્રકાશ આમટે અને ડૉ.મંદાકિની આમટે. તેઓ ચિત્તો હોય કે ઝરખ વગેરને ગળે લગાડે છે. તેમના ભયાનક દાંત અને જબડાં પર આમટે પરિવાર પ્રેમથી હાથ ફેરવે છે. જાેકે આ પશુઓ ક્યારેય તેમના પર હુમલો કરતાં નથી. ડૉ.આમટે મહારાષ્ટ્રના મહાન સમાજસેવી બાબા આમટેના પુત્ર છે. અમે તમને જણાવ્યું કે ડૉ.પ્રકાશ મહાન સમાજસેવકના પુત્ર છે. તો બાળપણથી જ તેમના લોહીમાં સમાજસેવાની ભાવના રહી છે. હિસ્ટ્રી ચેનલના એક રિપોર્ટ પ્રમાણે હેમલક્સાની એક ઘટનાએ તેમને પશુઓનું અનાથાલય ખોલવા માટે પ્રેરિત કર્યા. એક વખત તે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જાેયું કે કેટલાંક લોકો વાંદરાઓને ખરાબ રીતે બાંધીને લઈ જઈ રહ્યા હતા. પશુઓ સાથે આવું વર્તન વર્ષોથી થતું હતું,

પશુઓનો શિકાર કરવામાં આવી રહ્યો હતો. ડૉ.પ્રકાશ આમટેએ લોકોને કહ્યું કે જાે તે પશુઓનો શિકાર કરવા, મારવાની જગ્યાએ જાે તેમને સોંપી દેશે તો આખી ઉંમર ગામમાં રહીને તે લોકોની સેવા કરશે. ગામના લોકોએ આમટે દંપતિની વાત માની લીધી. પહેલાંથી મારવામાં આવેલા પશુઓના બાળકોને દત્તક લઈ લીધા અને આ પ્રમાણે ડૉ.પ્રકાશ અને ડૉ.મંદાકિની અનાથ પશુઓના માતા-પિતા બની ગયા. જંગલી પશુઓના બાળકો માટે પોતાના ઘરમાં તેમણે અનાથાલય બનાવ્યું. આ અનાથાલયમાં આજે રીંછ, ચિત્તા, હરણ, મગરમચ્છ સહિત ૯૦થી વધારે પશુઓ છે. તેમાં મોર પણ છે અને ઝેરીલા સાપ પણ. ડૉ. આમટેની ફેમિલીની સાથે બધા પશુઓ પણ પરિવારની જેમ જ રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.