Western Times News

Gujarati News

દિલ્હી સરકારે હાઇકોર્ટમાં પલાયન રોકવાની યોજના બતાવી

Files Photo

નવીદિલ્હી: દિલ્હી સરકારે લોકડાઉન દરમિયાન પ્રવાસી દૈનિક અને નિર્માણ કાર્યમાં લાગેલ શ્રમિકની ભલાઇ માટે પ્રતિબધ્ધ છે. સરકારે લોકડાઉનમાં તેમના રહેવાની, ખાવા પીવાની કપડા અને દવા વગેરેની વ્યવસ્થા માટે જરૂરી પગલા ઉઠાવ્યા છે.દિલ્હી સરકારે હાઇકોર્ટને આ માહિતી આપતા કહ્યું કે પ્રધાન સચિવ ગૃહના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી છે જે તમામ પ્રકારની વ્યવસ્થાઓ જાેશે.

હાઇકોર્ટે દિલ્હી સરકારને લોકડાઉન દરમિયાન પ્રવાસી દૈનિક અને નિર્માણ કાર્યમાં લાગેલ શ્રમિકો માટે યોગ્ય પગલા ઉઠાવવા પર રિપોર્ટ માંગ્યો હતો સરકારે રજુ કરેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારે શ્રમિકોની ભલાઇ માટે અનેક પગલા ઉઠાવ્યા છે.તમામ પ્રકારની વ્યવસ્થાન જાેવા માટે એક સમિતિની રચના કરી છે અને પ્રધાન સચિવ ગૃહ ભુપિન્દ્ર સિંહ ભલ્લાને તેના ચેરમેન બનાવવામાં આવ્યા છે જે રાજયના નોડલ અધિકારી રહેશે

જયારે દિલ્હી પોલીસના વિશેષ કમિશ્નર રાજેશ ખુરાના દિલ્હી પોલીસ તરફથી નોડલ અધિકારી રહેશે સમિતિમાં શ્રમ કમિશ્નરને સભ્ય સચિવ પ્રધાન સચિવ શ્રમ સભ્ય,શિક્ષા નિર્દેશક સભ્ય વિશેષ સચિવ વિત સભ્ય,રિવેન્યુ ઉપસચિવ સભ્ય વગેરે સામેલ છે.

રિપોર્ટ અનુસાર શ્રમિકોની બુનિયાદી સુવિધા જેવી કે ભોજન પાણી દવા આશ્રય કપડા વગેરેની વ્યવસ્થા ઉપરાંત એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે નિર્માણ કાર્યમાં લાગેલ શ્રમિકોને કાર્યસ્થળ પર જ ભોજન પાણી અને અન્ય સુવિધાઓ મળે નાણાં વિભાગ ફંડની વ્યવસ્થા કરશે

રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૨૦માં રજીસ્ટર શ્રમિકોની સંખ્યા લગભગ ૫૫ હજાર હતી અને એક વર્ષમાં વિશેષ કેમ્પ લગાવી રજીસ્ટર કરવામાં આવ્યા અને વર્તમાનમાં એક લાખ ૭૧ હજાર ૮૬૧ રજીસ્ટર શ્રમિકો છે. વર્ષ ૨૦૨૦માં શ્રમિકોને બે વાર પાંચ પાંચ હજાર રૂપિયાની સહાયતા આપવામાં આવી છે અને ૨૦ એપ્રિલે ૨૦૨૧થી ફરીથી પાંચ હજાર રૂપિયાની આર્થિક સહાયતા પ્રદાન કરવામાં આવશે આ ઉપરાંત નિર્ણય કરવામાં આવ્યો છે કે સ્કુલોમાં પ્રદાન મિડડે મિલનો ઉપયોગ શ્રમિકોને ભોજનના રૂપમાં કરવામાં આવે એ યાદ રહે કે કોરોનાના કેસોમાં વધારો થતા મુખ્યમંત્રીએ રાજયમાં લોકડાઉનની જાહેરાત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.