Western Times News

Gujarati News

અમરાઈવાડીમાં મંદબુદ્ધીની યુવતી પર વારંવાર બળાત્કાર ગુજારતાં પોલીસ ફરિયાદ

દુષ્કૃત્યને કારણે યુવતિને ૪ માસનો ગર્ભ રહયો : પોલીસે આરોપીને
ઝડપી લીધા બાદ પૂછપરછ

 

(પ્રતિનિધિ) અમદાવાદ: એક તરફ સરકાર દ્વારા મહીલા સશક્સતિકરણ ની વાતો થઈ રહ ીછે તે માટે ઘણી યોજનાઓ પણ અમલમાં મુકવામાં આવી છે કેટલીક વખત મહીલાઓની સુરક્ષા માટે મહત્વના પગલાં લેવામાં આવ્યા છે ઉપરાંત “શી ટીમ” જેવી ટીમો પણ બનાવવામાં આવી છે તેમ છતાં ગંભીર ઘટનાઓ વારંવાર આકાર લઈ રહી છે.

સમાજમાં જ ચહેરો છુપાવીને રહેતા ભુખ્ય વરુ જેવા રાક્ષસો યુવતિઓ અને મહીલાઓને પીંખવા કે પરેશાન કરવામાં પાછી પાની કરતા નથી. આ સ્થિતિમાં અમરાઈવાડીમાં એક હવસખોરે ર૦ વર્ષની મંદબુદ્ધિની યુવતી પર વારંવાર બળાત્કાર ગુજારીને તેને ગર્ભવતી બનાવવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં ચકચાર મચી છે.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે અમરાઈવાડીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલો યુવાન પોતાની માતા, બે ભાઈઓ તથા બે બહેનોના પરિવાર સાથે રહે છે અને ટેમ્પો ચલાવી પરીવારનું ગુજરાન પુરૂ પાડે છે બે બહેનોમાંથી મોટી બહેનના લગ્ન પરપ્રાંતમાં કર્યા છે

જયારે ર૦ વર્ષીય બહેન મંદબુદ્ધિની હોવાથી લગ્ન બાદ ઘરનું કામકાજ કરતાં ન આવડતું હોવાથી તુરંત છુટાછેડા થઈ ગયા હતા ત્યારબાદ યુવતી પોતાના પરિવાર સાથે જ રહેતી હતી. દરમિયાન મોટી બહેન ગર્ભવતી હોવાથી તેને કામમાં મદદ કરવા માટે આ યુવતિને તેના ઘરે મોકલવામાં આવી હતી

પરંતુ નાની બહેનના શરીરમાં ફેરફાર જાતા મોટી બહેને ભાઈ તથા માતાને આ બાબતની જાણ કરી હતી જેના પગલે તેમણે નાની બહેનની તપાસ અમરાઈવાડી ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં   કરાવતા નાની બહેનને ચાર માસ ઉપરનો ગર્ભ હોવાનો ખુલાસો થતાં પરીવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

નાની બહેનને ઘરે લાવી તેની પુછપરછ કરતાં તેણે રાજીયાબીબીની ચાલી સંતોષીનગરની બાજુમાં અમરાઈવાડી ખાતે રહેતો જગદીશ રાજાભાઈ ચાવડા કેટલાંક સમય પહેલા કોઈ નહોતું એ વખતે ઘરે આવીને જબરદસ્તી કરી હોવાનું જણાવ્યું હતું વધુમાં વારંવાર બળાત્કાર ગુજાર્યા બાદ જગદીશે જા કોઈને કહયુ તો જાનથી મારી નાંખવાની ધમકી આપતાં તે ડરી ગઈ હોવાનું જણાવ્યું હતું.

આ હકીકત ઘટના બાદ યુવતીને લઈને તેનો પરિવાર અમરાઈવાડી પોલીસ સ્ટેશને પહોચ્યો હતો જેની આપવીતી સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને હવસખોર જગદીશને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને રાતભર શોધખોળ ચલાવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.