Western Times News

Latest News from Gujarat

મ્યુનિ.કોર્પોરેટરોની ‘સ્ટડી ટુર’માં પ્રજાના રૂ.૬૦ લાખનું ધોવાણ

File

પ્રજાના પરસેવાની કમાણી ઉડાડવામાં ભાજપ-કોંગ્રેસ ભાઈ-ભાઈ

(દેવેન્દ્ર શાહદ્વારા)અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વહીવટ ‘દલા તરવાડી’ ની યાદ અપાવી જાય છે. મ્યુનિસિપલ ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો સ્વ-લાભ માટે એકબીજાના ખોળામાં બેસી જાય છે અને બે-ચારના બદલે દસ-બાર રીંગણા’ લઈ જાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટડી ટૂર’ના નામે ચાલી રહેલા પ્રવાસન ઉદ્યોગનો સમાવેશ પણ ‘દલા તલવાડી’ સિસ્ટમમાં થઈ જાય છે.

 

કાઉન્સીલર ‘અભ્યાસ ટુર’ ખર્ચ

સ્થળ 

સંખ્યા 

રકમ(રૂ.)

એવરેજ ખર્ચ

ચેન્નઇ ટુર 

૧૯ 

૭૦૭૯૮૦ 

૩૭૨૬૨

ચંદીગઢ 

૫૪ 

૧૮૧૮૫૪૪ 

૩૩૬૭૭

કોઇમ્બતોર 

૫૮

૨૦૭૨૩૬૪ 

૩૫૭૩૦

કોચી(કોંગ્રેસ) 

૪૭ 

૧૪૩૧૧૫૦

૩૦૪૫૦

કુલ

૧૭૮

૬૦૩૦૦૩૮ 

૩૩૮૭૬

ટૂર જવાબદારી અક્ષર ટ્રાવેલ્સ, શ્રીરંગ ટ્રાવેલ્સ અને અંજલી હોલીડેઝને સોંપવામાં આવી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશનની દરેક ટર્મમાં ‘સ્ટડી ટૂર’ ના નામે વિવિધ કમિટિના સભ્યો ફરવા માટે જાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈપણ કમિટિમાં કાંગ્રેસના સભ્ય નથી તેમ છતાં વિરોધના ડરથી કોંગી કોર્પોરેટરો માટે પણ અલગ ટૂરની ગોઠવણ થાય છે. પ્રજાના રૂપિયા ઉડાડવામાં ભાજપ અને કોંગ્રેસ બંન્નેએ ભાઈબંધી કરી છે

તેથી ભાજપનો વિરોધ કરવાના બદલે કોંગી કોર્પોરેટરો પણ પાંચ વરસે એક વખત વિનામૂલ્યે પ્રવાસ કરે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ૧૭પ કરતા વધુ કોર્પોરેટરો બે મહિના પહેલાં ‘સ્ટડી ટૂર’ ના નામે અલગ અલગ સ્થળોએ ફરવા ગયા છે. જેની પાછળ પ્રજાના રૂ.૬૦ લાખનું ધોવાણ થયુ છે. જેની રીકવરી ટેક્ષની સીલીંગ ઝુંબેશ મારફતે કરવામાં આવશે. એવા કટાક્ષ પણ થઈ રહ્યા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ર૦૦પ ના વર્ષથી સ્ટડી ટૂર’નો મહિમા વધી ગયો છે. ર૦૦પ થી ર૦૧૦ ની ટર્મમાં હુડકો દ્વારા અધિકારીઓના અભ્યાસ માટે જે વ્યાજ-રીફંડ આપવામાં આવ્યુ હતુ તેનો ઉપયોગ સિંગાપુર ટૂર માટે થયો હતો. જેમાં ભાજપ અને કોંગ્રેસના ૧ર૯ કોર્પોરેટરો સાગમટે સિંગાપુર ફરવા ગયા હતા. ત્યારબાદ જનમાર્ગ પ્રોજેક્ટ ના નામે પણ સાતથી આઠ સ્ટડી ટૂર થઈ હતી.

ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો સદ્દર પરંપરાને અત્યંત ખંતપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. ર૦૧પ થી ર૦ર૦ ની ટર્મમાં પણ આ પરંપરા જળવાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે. તેથી બે મહિના અગાઉ ભાજપના ૧૩૧ અને કોંગ્રેસના ૪૭ કોર્પોરેટરો ચેન્નાઈ, ચંદીગઢ, કોઈમ્બતુર તથા કોચી ‘ઉચ્ચ અભય્સ’ માટે ગયા હતા. જેને પેટે રૂ.૬૦ લાખ ૩૦ હજારનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

મ્યુનિસિપલ કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા અનુસાર ભાજપના ૧૯ કોર્પોરેટરો ચેન્નાઈ ગયા હતા. જેમાં માથાદીઠ રૂ.૩૭ર૬ર નો ખર્ચ થયો હતો. ચેન્નાઈ ટૂરનો કુલ ખર્ચ રૂ.૭૦૭૯૮૦ થયો હતો. ભાજપના પ૪ કોર્પોરેટરોને ચંદીગઢ (યુનિવર્સિટી) માં અભ્યાસ કરવાની ઈચ્છા થઈ હતી. તેથી તેમને ચંદીગઢ ‘ઉચ્ચાભ્યાસ’ માટે મોકલવામાં આવ્યા હતા. જે પેટે રૂ.૧૮૧૮પ૪પ ચુકવવામાં આવ્યા હતા.

મ્યુનિસિપલ ભાજપના અભ્ય પ૮ કોર્પોરેટરોને દક્ષિણ ભારતના હીલ સ્ટેશનનો અભ્યાસ કરવાની પ્રબળ ઈચ્છા હતી જે પૂર્ણ કરવા માટે કોઈમ્બતુર-ઉટી મોકલવામાં આવ્યા હતા. પ્રજાના પ૮ સેવકોના અભ્યાસ માટે રૂ.૧૪.૩૧ લાખનો ખર્ચ થયો છે. જ્યારે મનપાના ‘મજબુત’ વિપક્ષ કોંગ્રેસના ૪૭ કોર્પોરેટરોને પણ દક્ષિણ ભારતના શાંત અને આહ્લાદક વાતાવરણમાં અભ્યાસ કરવાની ઈચ્છા હતી તેથી તેને શાસક પક્ષે પૂર્ણ કરી છે. કોંંગી કોર્પોરેટરો કોચી અને મુનાર જેવા સ્થળોએ શાંતિપૂર્ણ વાતાવરણમાં બે-ત્રણ દિવસ ફરે તો માનસિક શાંતિ મળે અને વિરોધ ન કરવાની પરંપરા જળવાય એવો શુભ આશય પણ તેમાં છુપાયેલો જાવા મળે છે.

મ્યુનિસિપલ શાસકોની સદર લાગણીનું કોંગી કોર્પોરેટરો પણ સમજે છે તેથી ટેન્ડર પ્રક્રિયા સિવાય અન્ય બાબતનો વિરોધ થતો નથી. મ્યુનિસિપલ કોર્પોરેટરો વર્ષોથી સ્ટડી-ટૂરના નામે ફરવા જાય છે. પરંતુ કોઈ સભ્ય કે કમિટિ દ્વારા સ્ટડી રીપોર્ટ સ્ટેન્ડીંગ કમિટિ સમક્ષ રજુ કરવામાં આવ્યો નથી. ર૦૧૯ની ‘સ્ટડી ટૂર’ પહેલાં સ્ટેન્ડીંગ ચેરમેને તમામ કમિટિના રીપોર્ટ જાહેર કરવામાં આવશે એવા દાવા કર્યા હતા.

જે હજુ પૂર્ણ થયા નથી. ચોંકાવનારી બાબત તો એ છે કે આ પ્રકારની ટુર માટેની સતા મ્યુનિસિપલ કમિશ્નરને સોંપવામાં આવે છે તથા વિવિધ ‘બજેટ હેડ’ માં તેના ખર્ચ થાય છે.  પરંતુ સદ્દર ખર્ચ માટે કોઈપણ પ્રકારની મંજુરી લેવામાં આવતી નથી. તેમજ તેના ઓડીટ પણ થતાં નથી. પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત વહીવટની વાતો માત્ર સાંભળવામાંં જ સારી લાગે છે. મ્યુનિસિપલ સતાધીશોને ખરા અર્ચમાં પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત વહીવટ કરવાની ઈચ્છા હોય તો સ્ટડી-ટૂરના રીપોર્ટ અને ખર્ચની વિગતો સ્ટેન્ડીંગ કમિટિ તથા પ્રજા સમક્ષ જાહેર કરવી જાઈએ તેવી સાર્વત્રિક લાગણી  પ્રવર્તી રહી છે.