Western Times News

Gujarati News

દિવ્યાંકા ત્રિપાઠી ખતરો કે ખિલાડી ૧૧માં ભાગ લેશે

મુંબઈ: પોપ્યુલર ટેલિવિઝન વહુ, દિવ્યાંકા ત્રિપાઠી સ્ક્રીન પરની તેની સાદી ઈમેજ તોડવા માટે તૈયાર છે. ‘યે હૈ મહોબ્બતે’માં ઈશિતા ભલ્લા તરીકે જાણીતી એક્ટ્રેસ સ્ટંટ રિયાલિટી શો ‘ફિયર ફેક્ટરઃ ખતરો કે ખિલાડી’માં ભાગ લેવાની છે. રસપ્રદ વાત એ છે કે, દિવ્યાંકાએ હાલમાં જ એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેને ખતરો કે ખિલાડીમાં ભાગ લેવાનું ગમશે.

જાે કે, સ્લિપ ડિસ્કના કારણે તેમજ તેને સ્વિમિંગ નથી આવડતું તે પણ હકીકત છે. જ્યારે બિગ બોસ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, તે તેની ‘કપ ઓફ ટી’ નથી. ફિયર ફેક્ટરઃ ખતરો કે ખિલાડી’ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે, ‘છેલ્લા ઘણા સમયથી દિવ્યાંકા ત્રિપાઠી સાથે વાત ચાલુ છે અને ડીલ આખરે થઈ ગઈ છે. તે અમારી સાથે ઓન બોર્ડ છે અને શોની ૧૧મી સીઝનમાં ભાગ લેવાની છે. આ પહેલીવાર હશે જ્યારે ટેલિવિઝનની પોપ્યુલર વહુ, દિવ્યાંકા રિયાલિટી શોમાં સ્ટંટ કરશે.

આમ જાેવા જઈએ તો, દિવ્યાંકા ત્રિપાઠી માટે રિયાલિટી શો કંઈ નવાઈની વાત નથી. તેણે નચલે વે વિથ સરોજ ખાન, જાેર કા જટકાઃ ટોટલ પાઈપ આઉટ એન્ડ અને કોમેડી સર્કસમાં પણ ભાગ લીધો હતો. આ સિવાય તેણે પતિ-એક્ટર વિવેક દહીયા સાથે નચ બલિયે ૮માં ભાગ લીધો હતો અને જીતી પણ હતી. આ સિવાય તેણે સિંગિંગ રિયાલિટી શો ધ વોઈસ તેમજ જલવા ફોર ટુ કા વન હોસ્ટ કર્યો હતો. આ સિવાય ફિયર ફેક્ટરઃ ખતરો કે ખિલાડી’ માટે અન્ય કેટલાક નામ પણ સામે આવ્યા છે.

જેમાં રાહુલ વૈદ્ય, અભિનવ શુક્લા, નિક્કી તંબોલી, સિંગર આસ્થા ગિલ, નાગિન ફેમ અર્જુન બિજલાની, સૌરભ રાજ જૈન અને ઉર્વશી ધોળકિયાનો સમાવેશ થાય છે. જાે કે, કોઈએ કે શોના મેકર્સે હજુ સુધી આ અંગેની પુષ્ટિ કરી નથી. દિવ્યાંકા ત્રિપાઠીની વાત કરીએ તો, તેણે ‘યે હૈ મહોબ્બતે’ના કો-એક્ટર વિવેક દહીયા સાથે લગ્ન કર્યા છે. બંનેએ થોડા વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ ૨૦૧૬માં લગ્નના બંધનમાં બંધાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.