Western Times News

Gujarati News

દીપિકા કક્કડ અને શોએબ ઈબ્રાહિમનું ઘર લક્ઝુરિયસ છે

મુંબઈ: ટેલિવિઝન કપલ દીપિકા કક્કડ અને શોએબ ઈબ્રાહિમે હાલમાં જ તેમનું ઘર રિનોવેટ કરાવ્યું છે. ઘરમાં હજુ ઘણું કામ કરવાનું બાકી છે, પરંતુ કપલ તેમના લાવિશ ઘરની ઝલક ફેન્સને દેખાડવાની રાહ જાેઈ શક્યા નહીં. શોએબ ઈબ્રાહિમે તેની ર્રૂે્‌ેહ્વી ચેનલ પર ઘરના નવા લૂકની ઝલક દેખાડતો વીડિયો શેર કર્યો છે. શોએબ અને દીપિકાનું નવું ઘર એકદમ લક્ઝુરિયસ અને ક્લાસી ફીલ આપે છે. જ્યારે ઘરનું રિનોવેશનનું કામ કરવાનું હતું તે પહેલા જ શોએબે નક્કી કરી લીધું હતું કે, તે ફાઈવ સ્ટાર હોટેલમાં હોય તે પ્રકારનું ઘર ઈચ્છે છે.

તેથી જ તેમણે ઘરને વ્હાઈટ અને ગોલ્ડ થીમ પર તૈયાર કર્યું છે. ઘરમાં મોટા-મોટા શૅન્ડલિયર લગાવવામાં આવ્યા છે. આ સિવાય ઘર બહાર શોએબ અને દીપિકાની જે નેમપ્લેટ લગાવી છે તે પણ ગોલ્ડન કલરની છે. લિવિંગ રૂમની વાત કરીએ તો તેમાં વ્હાઈટ સોફા સેટ મૂકવામાં આવ્યા છે. તેની છત પર પણ શૅન્ડલિયર અને હેંગિંગ લેમ્પ લગાવવામાં આવ્યો છે. આ સિવાય ફ્રેન્ચ વિન્ડોમાં શટર ટાઈપનો પડદો લગાવવામાં આવ્યો છે. જેના કારણે લિવિંગ રૂમ એકદમ ભવ્ય લાગી રહ્યો છે.

ડાઈનિંગ એરિયા લિવિંગ રૂમ સાથે અટેચ કરેલો છે. ડાઈનિંગ એરિયામાં દીવાલ પર કાચ લગાવવામાં આવ્યો છે. ૬ સીટવાળું ડાઈનિંગ ટેબલ પણ એકદમ ક્લાસી છે. લિવિંગ એરિયામાં કોઈ બાબતે ધ્યાન ખેંચ્યુ હોય તો તે દિવાલ હતી. નાનકડી દિવાલમાં શોએબ અને દીપિકાને મળેલા એવોર્ડ તેમજ બંનેને યૂટ્યુબ ચેનલ માટે મળેલી ગોલ્ડન અને સિલ્વર બટન પણ લગાવવામાં આવ્યું છે. આ સિવાય વચ્ચે દીપિકાને બિગ બોસ ૧૨ જીતવા પર મળેલી ટ્રોફી મૂકી છે. દીપિકા અને શોએબનો બેડરૂમ પણ ઘરની થીમ સાથે મેચ કરવામાં આવ્યો છે.

જ્યાં ટીવી, શો કેસ, લાકડાનો વોર્ડરોબ અને બાલ્કની છે. કપલના રૂમમાં હજુ બેડ આવવાનો બાકી છે. દીપિકા અને શોએબના રૂમની જે બાલ્કની છે ત્યાં બામ્બૂનો ઝુલો અને લેમ્પ લગાવવામાં આવ્યો છે. આ સિવાય દિવાલ પર ગ્રીન ગ્રાસ લગાવવામાં આવ્યું છે. જેને જાેઈને ગાર્ડન જેવી ફિલિંગ આવે છે. કપલે ઘરમાં નમાઝ રૂમ પણ બનાવ્યો છે. ત્યાં લાકડાનું ફ્લોરિંગ કરવામાં આવ્યું છે અને બીજી તરફ ક્લોસેટ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.