Western Times News

Gujarati News

રણવીરની વેનિટી વેનનો મુંબઈ પોલીસ ઉપયોગ કરશે

મુંબઈ: કોરોનાની બીજી લહેરથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. લોકો આ મહામારીનો સામનો કરવા માટે પોતાની ક્ષમતા અનુસાર પ્રશાસનની મદદ કરી રહ્યા છે. આ સ્થિતિમાં બોલિવૂડે પણ કર્ફ્‌યુમાં તૈનાત પોલીસની મદદ માટે હાથ લંબાવ્યો છે. રણવીર સિંહની વેનિટી વેન અને આલિયા ભટ્ટની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીનો સેટ મુંબઈ પોલીસને ઉપયોગ માટે આપવામાં આવ્યો છે.

વેનિટી વેનના માલિક કેતન રાવલે કહ્યું કે, મેં રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસ, સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડી અને આનંદ એલ રાયની ફિલ્મ રક્ષાબંધનનો સેટ મુંબઈ પોલીસની સેવામાં આપી દીધો છે. થાનેના પોલીસ કમિશનરનો ફોન આવ્યો હતો અને અમે પોલીસ ઓફિસરને ૧૦ વેનિટી વેન આપી રહ્યા છીએ. અમારી પાસે ઘણી વેનિટી વેન છે

મુંબઈ પોલીસ ફ્રંટ લાઈન વર્કર છે. કેતને જણાવ્યું કે, ગયા વર્ષે અમે કોવિડની ડ્યુટીમાં તૈનાત મહિલા પોલિસને વેનિટી વેન આપી હતી. જેનો ઉપયોગ તેમણે આરામ કરવા માટે, વૉશરૂમનો ઉપયોગ કરવા માટે તેમજ ઘરે જતા પહેલા કપડા બદલવા માટે કર્યો હતો.

આખું રાજ્ય અનલૉક થઈ જાય પછી વેનિટી વેનને સેનિટાઈઝ કરવામાં આવશે અને બોલિવૂડ સેલેબ્સ તેનો ઉપયોગ કરી શકશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાના ૬૨,૦૯૪ નવા દર્દીઓ સામે આવ્યા હતા તેમજ ૨૪ કલાકમાં કોરોનાથી ૫૧૯ લોકોનાં મોત થયા હતા. એક દિવસમાં મૃત્યુનો આ સૌથી મોટો આંકડો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.