Western Times News

Gujarati News

સાઠંબા તેમજ ડેમાઈ વેપારી મંડળે ચાર દિવસ સંપૂર્ણ લોક ડાઉનનો લીધો નિર્ણય

સાઠંબા ગ્રામ પંચાયત ના મકાનમાં વેપારીઓની મળેલી બેઠકમાં બાયડના મામલતદાર પણ ઉપસ્થિત રહ્યા હતા સાઠંબા ના વેપારી મંડળ દ્વારા લેવાયેલા નિર્ણયનાં તા. ૨૨/ ૪ /૨૦૨૧ થી તા.૨૬/ ૪ /૨૦૨૧ સુધી સાઠંબા ના બજાર સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ સ્વૈચ્છિક લોકડાઉનનો ભંગ કરનારને કાયદેસર નો દંડ કરવામાં આવશે જ્યારે ડેમાઈ માં તારીખ ૨૩ /૪ /૨૦૨૧ ના રોજ સવારે ૭ થી બપોરે ૧ વાગ્યા સુધી તેમજ  તા. ૨૪/ ૪ /૨૦૨૧ થી તા.૨૭/ ૪/ ૨૦૨૧ સુધી ડેમાઈ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા તમામ વેપારીઓએ પોતાની દુકાન બંધ રાખવા જાણ કરવામાં આવી તેમજ તા. ૨૮/ ૪ /૨૦૨૧ થી તા. ૩૦/ ૪/ ૨૦૨૧ સુધી સવારે ૭થી બપોરે ૧ વાગ્યા સુધી ચાલુ રાખવા જાણ કરવામાં આવી

આ સમય દરમિયાન દુકાન ચાલુ રાખનાર ને ૫૦૦૦ રૂપિયાનો દંડ તેમજ કાયદેસરની કાર્યવાહી કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે જો આ સમયમાં કોરોના સંક્રમણ વધશે તો તા. ૨૮/ ૪ થી તા.૩૦/ ૪ સુધી પણ દુકાનો સંપૂર્ણ બંધ કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે આ સમય દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓ તેમજ મેડીકલ સ્ટોર ખુલ્લા રહેશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.