Western Times News

Gujarati News

ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સે ભારતમાં બ્રેક-ઇન ચેલેન્જ લોંચ કરી

15 શહેરોમાં 10 લાખ રહેવાસીઓમાં સરુક્ષા વિશે જાગૃતિ લાવવાનો ઉદ્દાત પ્રયાસ

અમદાવાદ, 28 ઓગસ્ટ, 2019: ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સે તાજેતરમાં હાથ ધરેલા અભ્યાસમાં ખુલાસો થયો હતો કે, અમદાવાદનાં 68 રહેવાસીઓએ સ્વીકાર્યું છે કે, છેલ્લાં 12 મહિનામાં તેમનાં ઘરમાંથી તેમની કિંમતી ચીજવસ્તુઓની ચોરી થઈ ગઈ છે/આડાં હાથે મૂકાઈ ગઈ છે.

ઘરમાં વધારે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવા ભારતની અગ્રણી સીક્યોરિટી સોલ્યુશન્સ બ્રાન્ડ ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સે ભારતમાં 350 રહેણાક સોસાયટીઓ અને કોર્પોરેટમાં હોમ સીક્યોરિટી અવેરનેસ કેમ્પેન શરૂ કર્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ આગામી બે મહિનામાં મુંબઈ, દિલ્હી, કોલકાતા, અમદાવાદ, ચેન્નાઈ, હૈદરાબાદ, ચંદીગઢ, બેંગાલુરુ અને પૂણે સહિત 15 શહેરોમાં 10 લાખથી વધારે ભારતીયોમાં જાગૃતિ લાવવાનો છે.

એજ્યુકેશન પ્રોગ્રામ વિશિષ્ટ બ્રેક-ઇન-ચેલેન્જ છે, જે રહેવાસીઓ અને વ્યવસાયિકોને લોક કરેલા લાકડાનાં કપબોર્ડ ડ્રોઅર સામે હોમ લોકરને તોડીને ખોલવાનો પ્રયાસ કરવા પ્રોત્સાહન આપે છે. બ્રેક-ઇન-ચેલેન્જ એ સંશોધનોનાં તારણો પર આધારિત હતી કે, 55 ટકાથી વધારે ભારતીયો તેમની કિંમતી ચીજવસ્તુઓ કપબોર્ડ કે વોર્ડરોબમાં રાખે છે, જ્યારે બજારમાં હોમ લોકર્સ જેવા વધારે વાજબી અને સલામત વિકલ્પો ઉપલબ્ધ છે. જે રહેવાસી અનબ્રેકેબલ ગોદરેજ હોમ લોકરને બ્રેક કરીને ખોલી દેખાડે એને રૂ. 1 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ પહેલ પર માર્કેટિંગ, સેલ્સ એન્ડ ઇનોવેશનનાં ગ્રૂપ હેડ, વાઇસ પ્રેસિડન્ટ અને ગ્લોબલ હેડ મેહેરનોશ પીઠાવાલાએ કહ્યું હતું કે, “અમારાં તાજેતરનાં અભ્યાસ ઇન્ડિયાસ સીક્યોરિટી સોલ્યુશન્સ ક્વોશન્ટને આધારે અમે અવલોકન કર્યું હતું કે, ભારતમાં દર બે રહેવાસીઓમાંથી એક રહેવાસી તેમની કિંમતી ચીજવસ્તુઓનો સંગ્રહ કપબોર્ડ અને વોર્ડરોબમાં કરે છે, જે સરળતાથી તૂટી જાય છે. એટલે અમે અત્યાધુનિક હોમ સીક્યોરિટી સોલ્યુશન્સ અપનાવવાની આદત વિકસાવવા ઇચ્છીએ છીએ, જે ગ્રાહકોને સક્ષમ બનાવી શકે છે અને તેમને તેમનાં પરિવાર અને કિંમતી ચીજવસ્તુઓ પ્રત્યે જવાબદાર બનાવે છે. અમે દેશભરમાં રહેવાસીઓએ સહભાગી થવા દાખેલા ઉત્સાહથી ખુશ છીએ અને માનીએ છીએ કે, આ પહેલથી સુરક્ષા પ્રત્યેની સભાનતામાં પરિવર્તન આવશે.”

આ પ્રવૃત્તિનાં ભાગરૂપે ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સ હોમ કેમેરા, વીડિયો ડોર ફોન, હોમ લોકર્સ અને હોમ સીક્યોરિટી એલાર્મ સિસ્ટમનાં વપરાશ જેવા હોમ સીક્યોરિટી સોલ્યુશન્સ વિશે રહેવાસીઓને પરિચિત કરે છે. ગોદરેજ હોમ્સ સેફ એ લાકડાનાં કપબોર્ડથી 10 ગણાં વધારે સલામત છે તથા એકવીસમી સદીની યુવા પેઢી માટે ડિઝાઇન કરવામાં આવેલા છે, જે બાયોમેટ્રિક સુલભતા અને ડિજિટલ લોક જેવી આધુનિક સીક્યોરિટી ખાસિયતો ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.