Western Times News

Gujarati News

પોલિસી ખરીદતા અગાઉ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ

હેલ્થ વીમામાં ‘વેઇટિંગ પીરિયડ’ અને ‘સર્વાઇવલ પીરિયડ’ની ઉચિત સમજણ

જેમ હેલ્થકેરનો ખર્ચ વધી રહ્યો છે, તેમ વધુને વધુ લોકોને તેમના અને તેમના પરિવારજનો માટે પર્યાપ્ત હેલ્થ વીમાકવચની ખરીદીનું મહત્વ સમજાઈ રહ્યું છે. પણ શું તમે જાણો છો કે, તમે પોલિસીની ખરીદી કરો એટલે તરત તમને હેલ્થ વીમાકવચનો લાભ મળવાનો શરૂ થતો નથી?

પોલિસી ખરીદતા અગાઉ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ:

હંમેશા ટૂંકો વેઇટિંગ અને સર્વાઇવલ પીરિયડ ધરાવતી હેલ્થ વીમા પોલિસીની ખરીદી કરો, જે તમારી તમામ જરૂરિયાતો માટે પર્યાપ્ત કવચ પ્રદાન કરતી હોય. માતૃત્વનો લાભ મેળવવા શક્ય એટલી વહેલી હેલ્થ વીમા પોલિસી ખરીદવાનો પ્રયાસ કરો, જેથી તમે પરિવાર શરૂ કરો એ અગાઉ વેઇટિંગ પીરિયડ પૂર્ણ થઈ જાય.

આ શબ્દોની સ્પષ્ટ સમજણ તમને તમારી પોલિસીના ડોક્યુમેન્ટને સમજવા, દરેક મહત્વપૂર્ણ પાસાને બરોબર સમજવામાં મદદરૂપ થશે તેમજ તમારી જરૂરિયાતને અનુરૂપ પોલિસીની પસંદગી કરતા અગાઉ હેલ્થ વીમા પોલિસીઓની સરખામણી કરો. હેલ્થ વીમામાં વેઇટિંગ પીરિયડ અને સર્વાઇવલ પીરિયડની સમજણ તમને તમારી હેલ્થકેરની જરૂરિયાતને વધારે સારી સમજવામાં તથા તમારી સુખાકારી અને નાણાકીય સ્થિતિ સારી જાળવવામાં મદદરૂપ થશે.

તમારી પોલિસીના ડોક્યુમેન્ટમાં અનેક જોગવાઈઓ હોય છે, જે તમારા દાવાના અસ્વીકાર તરફ દોરી શકે છે. આ કારણે પ્રોડક્ટને સમજવા અને વધારે સુમાહિતગાર પોલિસીધારક બનવા પોલિસી ડોક્યુમેન્ટનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો મહત્વપૂર્ણ છે.

મનિપાલસિગ્ના હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર શ્રી શશાંક ચાફેકરે કહ્યું કે, ચાલો આપણે ‘વેઇટિંગ પીરિયડ’ અને ‘સર્વાઇવલ પીરિયડ’ને સમજીએ.

ઘણા પોલિસીધારકો આ બંને શબ્દોનો યોગ્ય અર્થ સમજતા નથી અથવા એની અધૂરી કે ઓછી સમજણ ધરાવતા હોય છે. ભવિષ્યમાં મુશ્કેલીઓ ટાળવા અને દાવાની સરળ પતાવટ સુનિશ્ચિત કરવા ચાલો આ બંને ખાસિયતોને સમજવાનો પ્રયાસ કરીએ. યાદ રાખો, એક પોલિસીધારક તરીકે તમારે આ બંને શબ્દો કે ખાસિયતોને સમજવાની જરૂર છે, જેથી તમે તમારી જરૂરિયાત મુજબ યોગ્ય વીમાકવચ પસંદ કરીને તમારા હેલ્થ વીમા પ્રીમિયમનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકો.

વેઇટિંગ પીરિયડ એટલે શું?
સરળ શબ્દોમાં કહીએ તો આ એવો સમયગાળો છે, જેમાં પોલિસીધારકે તેમના હેલ્થ વીમાકવચની શરૂઆત થાય અગાઉ રાહ જોવી પડશે. આ બાબતને યાદ રાખવી જરૂરી છે કે, પોલિસીધારક લાગુ વેઇટિંગ પીરિયડમાં વીમાની પોલિસી અંતર્ગત દાવો ન કરી શકે.

વેઇટિંગ પીરિયડ દરમિયાન જ્યાં સુધી વેઇટિંગ પીરિયડમાં મેડિકલ ઇમરજન્સીના ખર્ચનું વળતર મેળવવાનો દાવો કરવાની મંજૂરી ન હોય, ત્યાં સુધી પોલિસીધારક વીમાકવચનો દાવો ન કરી શકે. વેઇટિંગ પીરિયડ અલગ-અલગ પ્રકારના હોય છે. ચાલો આપણે તેમની વચ્ચે રહેલા ફરકને વિગતવાર સમજીએ, જે તમને તમારી જરૂરિયાતો અનુસાર ઉચિત હેલ્થ વીમાકવચ પસંદ કરવામાં મદદરૂપ થશેઃ

પ્રારંભિક વેઇટિંગ પીરિયડ: હેલ્થ વીમાકવચની ખરીદી કર્યા પછી આ 30થી 90 દિવસ (પસંદ કરેલી પોલિસીના પ્રકાર મુજબ)નો ગાળો હોય છે, જેમાં હોસ્પિટલમાં ભરતી થઈને સારવાર મેળવવાના કેસમાં ગ્રાહકને વીમાકવચનો લાભ મળતો નથી, પછી હોસ્પિટલમાં ભરતી થવું આયોજન મુજબ હોય કે આકસ્મિક હોય. પહેલા દિવસથી ફક્ત અકસ્માતને કારણે ઊભી થયેલી તબીબી કટોકટીમાં વીમાકવચનો લાભ મળે છે.

ચોક્કસ બિમારીઓ માટે વેઇટિંગ પીરિયડ: કેટલીક બિમારીઓ માટે પોલિસીધારક પોલિસીની શરૂઆતથી ચોક્કસ સમયગાળા પછી જ વીમાનો દાવો કરી શકે છે, જે સામાન્ય રીતે વીમા પોલિસીની શરૂઆત પછી 2થી 4 વર્ષનો હોય છે. આ ગાળો પ્રારંભિક વેઇટિંગ પીરિયડથી વધારે લાંબો હોય છે. સામાન્ય રીતે એમાં સામેલ બિમારીઓમાં સામેલ છે – હાયપરટેન્શન, પાઇલ્સ (હરસ-મસા), હર્નિયા, ડાયાબીટિસ, અંડાશયના રોગો અને અન્ય થોડા.

અગાઉથી અસ્તિત્વ ધરાવતી બિમારી માટે વેઇટિંગ પીરિયડઃ જ્યારે પોલિસીધારક અગાઉથી અસ્તિત્વ ધરાવતી બિમારી સાથે હેલ્થ વીમાપોલિસીની ખરીદી કરે છે, ત્યારે અગાઉથી અસ્તિત્વ ધરાવતા કેટલાંક રોગો માટે વેઇટિંગ પીરિયડ 1થી 4 વર્ષ વચ્ચેનો હોઈ શકે છે. આ સમયગાળા દરમિયાન ગ્રાહક અગાઉથી અસ્તિત્વ ધરાવતી બિમારી માટે વીમાનો દાવો ન કરી શકે.

માતૃત્વ માટે વેઇટિંગ પીરિયડ: જ્યારે મોટા ભાગની હેલ્થ વીમા પોલિસીઓ માતૃત્વના કવચ સાથે આવે છે, ત્યારે ખરીદેલી પોલિસીને આધારે વીમાકવચનો લાભ શરૂ થાય એ અગાઉ વેઇટિંગ પીરિયડ 9 મહિનાથી 4 વર્ષનો હોય છે.

સર્વાઇવલ પીરિયડ એટલે શું?
જ્યારે કોઈ વ્યક્તિ ગંભીર બિમારીની પોલિસી ખરીદે છે, ત્યારે એમાં સર્વાઇવલ પીરિયડ સામેલ હોય છે. આ એવો સમયગાળો છે, જેમાં પોલિસી અંતર્ગત વળતરનો લાભ મેળવવા કોઈ બિમારીનું નિદાન થયા પછી પોલિસીધારકને જીવવું પડશે. સામાન્ય રીતે આ ગાળો 30 દિવસથી 90 દિવસનો હોઈ શકે છે, જે પોલિસી અને વીમાકંપની પર આધારિત હોય છે. સર્વાઇવલ પીરિયડ પૂર્ણ થતા, જો પોલિસીધારક સમયગાળામાં જીવિત રહે, તો વીમાકંપની લમ્પ સમ રકમ ચુકવશે અને પછી વીમાકવચનો અંત આવે છે.

તમામ હેલ્થ વીમાયોજનાઓ વેઇટિંગ પીરિયડ સાથે આવે છે, પણ સર્વાઇવલ પીરિયડ ગંભીર બિમારી માટેની પોલિસીઓ માટે જ માન્ય હોય છે. જ્યારે પોલિસીધારક કોઈ ખાસ બિમારી ધરાવે કે ન ધરાવે પણ વેઇટિંગ પીરિયડ જળવાઈ રહેશે, ત્યારે સર્વાઇવલ પીરિયડ ગંભીર બિમારીના નિદાનના કેસમાં જ માન્ય ગણાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.