Western Times News

Gujarati News

દિલ્હીમાં ઓકસીજનની કમી,મદદ માટે કેન્દ્રમાં કોની સાથે વાત કરૂ

નવીદિલ્હી: દેશમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જે રાજયોમાં સંક્રમિતોના કેસો સૌથી વધુ છે તે રાજયોના મુખ્યમંત્રીઓ સાથે વર્યુઅલ બેઠક કરી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વાવ ઠાકરે,ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને દિલ્હીના મુખ્યમંત્રી સહિત અન્ય નેતાઓ સામેલ થયા હતાં. જયારે કેજરીવાલનો બોલવાનો સમય આવ્યો તો તેમણે ખુદને લાચાર બતાવતા કહ્યું કે હું મુખ્યમંત્રી હોવા છતાં પણ દિલ્હી માટે કંઇ કરી શકતો નથી તેમણે કહ્યું કે જાે રાજધાનીમાં ઓકસીજન ઓછું હોય તો મદદ માટે કોની સાથે વાત કરી ઓકસીનજનની ટ્રકો રોકવામાં આવે તો કોને ફોન કરૂ કેજરીવાલે વડાપ્રધાનથી મદદની વિનંતી કરતા કહ્યું કે તમારા હસ્તક્ષેપથી જ કંઇ થઇ શકે છે.

કેજરીવાલે આગળ કહ્યું કે દિલ્હીની સ્થિતિ ખુબ ખરાબ છે અને અહીંની હોસ્પિટલોની સ્થિતિ ખુબ ખરાબ છે તેમણે મોદીને અપીલ કરતા કહ્યું કે તે બે ત્રણ જગ્યાએ દખલ કરી કેટલીક જગ્યાએ તો વ્યવસ્થા થઇ ગઇ હવે દિલ્હી માટે પણ કરો અહીં ૧૦૦ ટન ઓકસીજન આવવાની છે લોકોની દુર્દશા જાેઇ શકાતી નથી મરવા માટે લોકોને છોડી શકાય નહીં
દિલ્હીના મુખ્યમંત્રીએ ઓકસીજન સપ્લાઇ વધારવાની પધ્ધતિ પર સુચન આપ્યું તેમણે કહ્યું કે અમે એક નેશનલ પ્લાન બનાવવો જાેઇએ

તેની બેઠળ દેશના તમામ ઓકસીજન પ્લાન્ટને આર્મી દ્વારા સરકાર ટેકઓવર કરે દરેક ટ્રકની સાથે આર્મીની એસકોર્ટ વ્હીકલ રહેશે તો તેને કોઇ રોકી શકશે નહીં ૧૦૦ ટન ઓકસીજન ઓરિસ્સા બંગાળથી આવવાનો છે અમે પ્રયાસ કરી રહ્યાં છે કે તે દિલ્હી લાવવા માટે કોઇ અડચણ ન થાય બની શકે છે અમે હવાઇ જહાજથી ઉપલબ્ધ કરાવીએ અથવા તમારો આઇડિયા છે ઓકસીજન એકસપ્રેસનો તો તેનાથી અમને ઓકસીજન મળે

કેજરીવાલે દિલ્હીના ઓકસીજન કોટાને વધારવા માટે કેન્દ્રનો આભાર માન્યો જાે કે આ દરમિયાન તેમણે હરિયાણા પર ઓકસીજન રોકવાનો આરોપ લગાવતા કહ્યું કે પડોસી રાજય સપ્લાઇ રોકી રહ્યું છે તેના માટે ઓકસીજનના વધતા કવોટાને દિલ્હી સુધી પહોંચાડવામાં મદદ કરો

કેજરીવાલે વેકસીનના અલગ અલગ ભાવ પર કહ્યું કે વેકસીન બનાવનારી કંપનીએ કહ્યું કે તે કેન્દ્ર સરકારને ૧૫૦ રૂપિયામાં અને રાજય સરકારોને ૪૦૦ રપિયામાં વેકસીન આપશે સર એક જ દેશમાં એક સમાનના બે રેટ કેવી રીતે હોઇ શકે છે સમગ્ર દેશમાં એક જ ભાવે વેકસીન મળવા જાેઇએ મારી વિનંતી છે કે જે રેટ પર કેન્દ્ર સરકારને વેકસીન મળી રહી છે તે કીંમત પર રાજય સરકારોને પણ વેકસીન મળવી જાેઇએ દેશ એક છે તે વેકસીનનો ભાવ પણ એક જ હોવો જાેઇએ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.