Western Times News

Gujarati News

રાજ્યમાં સરેરાશ ૯૪.૮૯ ટકા વરસાદ : રાજયમાં ૩૫ જળાશયો છલકાયા

  • સરદાર સરોવરમાં કુલ સંગ્રહશક્તિના ૮૫.૩૩ ટકા પાણી
  • ૫૪ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા ભરાયા
  • ૨૨ જળાશયો ૫૦ થી ૭૦ ટકા ભરાયા

ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે,
તા. ૨૯ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૫ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૩૫ જળાશયો છલકાયા છે. ૫૪ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૨૨ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૮૫.૩૩ ટકા ભરાયું છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે.

રાજ્યમાં હાલમાં ૫,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૪,૪૬,૭૨૫, કડાણામાં ૮૪,૫૨૨, ઉકાઇમાં ૭૦,૭૬૩, વણાકબોરીમાં ૬૯,૩૫૭, પાનમમાં ૬,૧૪૮ ક્યુસેકનો સમાવેશ થાય છે.

ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૪.૪૦ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૫.૦૫ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૮૨.૮૫ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૬૬.૨૯ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૫૪.૭૯ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૭૩.૮૯ ટકા એટલે ૪,૧૧,૩૫૮.૬૬ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.