Western Times News

Gujarati News

સાડી અને મેકઅપમાં એક પુરુષના ફોટા વાયરલ થયા

નવી દિલ્હી: જેન્ડર ઈન્ક્‌લુઝિવીટી વિશે ભલે ધીમા દરે પરંતુ હવે તે અંગે વાત થઈ રહી છે. એન્ડ્રોજીનસ ફેશન આપણી લોક સંસ્કૃતિનો એક ભાગ રહ્યો છે. એક પુરુષના સાડીમાં અને મેકઅપ સાથે ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે. પુષ્પક સેન નામના વ્યક્તિએ એકદમ પરફેક્ટ અને સુંદર રીતે સાડી પહેરી છે, જેની સાથે લાલ લિપસ્ટીક અને આઈ મેકઅપ પણ કર્યો છે. પુષ્પક મૂળ કલકત્તાના રહેવાસી છે, પરંતુ અત્યારે ઈટલીમાં રહે છે. તેમણે બંગાળી નવા વર્ષ ૧૫ એપ્રિલના દિવસે ફોટોઝ ફેસબુક પર શેર કર્યા છે. પુષ્પકને આ ફોટોઝ પર ખૂબ જ સારી કમેન્ટ મળી. એક યૂઝરે કમેન્ટ કરી કે ફોટોઝ આઈબ્રો રેઈઝિંગ મોમેન્ટ ઓફ ધ ડે છે, અન્ય યૂઝરે કમેન્ટ કરી કે ‘સ્ટનિંગ’ લુક છે,

બીજા યૂઝરે કમેન્ટ કરી કે ‘તમે ખૂબ જ સ્ટનિંગ લાગી રહ્યા છો! પુષ્પકના ગયા વર્ષે પણ લાલ લિપસ્ટીક લગાવેલ ફોટોઝ વાયરલ થયા હતા. તેમની ૫૪ વર્ષની માતાએ એક ગેટ ટુગેધરમાં જ્યારે લાલ લિપસ્ટીક લગાવી હતી, ત્યારે તેમના કેટલાક નજીકના સંબંધીઓએ તેમને શરમજનક ફીલ કરાવ્યું હતું. સોશિયલ મીડિયા પર કેટલીક જાણીતી સેલિબ્રિટીઝ એન્ડ્રોજીનસ ફેશન સાથે જેન્ડર ન્યુટ્રલ ક્લોધિંગ અંગેના ઉદહરણ સ્થાપિત કરે છે. રણવીર સિંહ, આયુષ્યમાન ખુરાના, અપારશક્તિ ખુરાના અને જિમ સર્ભ વિશેષ રૂપે આ અંગે ફેશન સાથે પ્રયોગ કર્યા છે.

ગયા વર્ષે પોપ સિંગ હૈરી સ્ટાઈલ્સે એક ફોટોશૂટમાં સ્ટ્રેટજેકેટ સાથે મેલ ડ્રેસિંગ કર્યું હતું. સ્ટાઈલ્સે જણાવ્યું કે નાનપણથી જ તેમને ડ્રેસ પહેરવાનું પસંદ હતું. તેઓ ડેવિડ બોવી, ફ્રેડી મર્કરી, જૉન એલ્ટન જેવા બ્રિટિશ આઈકનથી પ્રેરિત હતી કે જેમણે તેમના લુક સાથે પ્રયોગ કર્યો હતો. જર્મનીમાં અમેરિકન રોબોટીક એન્જીનિયર તાજેતરમાં ચર્ચામાં હતો. તે હીલ અને સ્કર્ટ પહેરીને કામ કરવા આવતો હતો.

માર્ક બ્રાયનને ત્રણ બાળકો છે, અને તે આ પ્રકારે કપડા પહેરીને અલગ લાગી શકે છે. માર્કને જ્યારે પૂછવામાં આવ્યું કે આ પ્રકારે કરવા માટે શેનાથી પ્રેરિત છે તો તેમણે જણાવ્યું કે, સ્કર્ટ અલગ અલગ કલરમાં પહેરી શકાય છે, તે પેન્ટની જેમ માત્ર ‘બ્લેક, ગ્રે, નેવી અને બ્રાઉન સુધી સીમિત નથી.’ તેમના લગ્ન થયાને ૧૧ વર્ષ થયા છે, તેમના પત્ની તેમની પસંદને સપોર્ટ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.