Western Times News

Gujarati News

અપોલો હોસ્પિટલ્સે કોવિડ-19 રેડ બુક પ્રસ્તુત કરી-આરોગ્યકર્મીઓ માટે રોગચાળામાં કામ કરવા રેડી રેકનર છે 

– જે હેલ્થકેર સંસ્થાઓ માટે શ્રેષ્ઠ પ્રેક્ટિસની માર્ગદર્શિકા સાથે કોવિડ-19 આચારસંહિતા અને પ્રક્રિયાઓના તમામ પાસાઓને આવરી લે છે

 કોવિડ-19 રેડબુક હોસ્પિટલો, નર્સિંગ હોમ્સ અને આરોગ્યકર્મીઓ માટે રોગચાળામાં કામ કરવા રેડી રેકનર છે 

એશિયાની સૌથી મોટી સંપૂર્ણ હેલ્થકેર પ્રોવાઇડર અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપે કોવિડ રોગચાળાના આ પડકારજનક સમયગાળા દરમિયાન હોસ્પિટલો, નર્સિંગ હોમ્સ અને હેલ્થકેર વર્કર્સ માટે શ્રેષ્ઠ રીતે કામગીરી કરવાની માર્ગદર્શિકાની બુક તૈયાર કરી છે.

આ કોવિડ-19 રેડ બુકમાં રોગચાળા દરમિયાન કોવિડ અને નોન-કોવિડ કેસોના નિદાન, સારવાર અને વ્યવસ્થાપન માટે ઝડપી અને સમયસર નિર્ણયો લેવા મોટી અને નાની હેલ્થકેર સંસ્થાઓને ટેકો આપવા પુરાવા આધારિત શ્રેષ્ઠ પ્રેક્ટિસની માર્ગદર્શિકા રજૂ કરવામાં આવી છે.

એમાં કાર્યદક્ષતા વધારવા અને કામગીરીનું શ્રેષ્ઠ વાતાવરણ ઊભું કરવા નોન-ક્લિનિકલ પ્રક્રિયાઓ, નીતિઓ અને આચારસંહિતાઓ માટે માર્ગદર્શિકા પમ સામેલ છે. આ માર્ગદર્શિકા હેલ્થકેર સંસ્થાઓ અને તબીબી સમુદાયને કોવિડ રોગચાળાની બીજી લહેરમાં બદલાતી સ્થિતિમાં ઝડપથી, અસરકારક રીતે કામ કરવા સક્ષમ બનાવશે.

અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપના જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર શ્રીમતી સંગીતા રેડ્ડીએ કહ્યું હતું કે, “રોગચાળો ગતિશીલ વાતાવરણ તરફ દોરી ગયો છે, જેમાં વાયરસની સમજણ અને એના પ્રસારનું જોખમ ઘટાડતા પરિબળો ઝડપથી બદલાઈ રહ્યાં છે. આ પ્રકારની સ્થિતિમાં અદ્યતન જાણકારી મુજબ સારવારના શ્રેષ્ઠ ધારાધોરણો પ્રદાન કરવા મહત્વપૂર્ણ છે.

રેડ બુક કોવિડ-19નું વ્યવસ્થાપન કરવા પ્રમાણભૂત આચારસંહિતા ધરાવે છે, જે કોવિડ સામે આપણી લડાઈને મજબૂત કરવામાં દરેકના ફાયદા માટે ઉપલબ્ધ થઈ છે. રેડ બુકમાં અપોલોના 38 વર્ષથી વધારે ગાળામાં હેલ્થકેર સેવા પ્રદાન કરવાની કુશળતા સાથે કોવિડ-19 સામેની લડાઈમાં રહેવાના અમારા અનુભવનો સમન્વય થયો છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “આપણે બીજી લહેરનો સામનો કરતા હોવાથી હેલ્થકેર વ્યાવસાયિકો હોસ્પિટલોમાં સતત વધી રહેલા દર્દીઓનું સંચાલન કરીને તેમને સક્રિય અને અસરકારક સારવાર પ્રદાન કરવાનો, સતત બદલાતા નિયંત્રણો તથા કેસોનું વ્યવસ્થાપન કરવા માટે નવી આચારસંહિતાના પડકારોનો સામનો કરી રહ્યાં છે.

રેડ બુક સ્પષ્ટ ભૂમિકા, માળખા અને પ્રક્રિયાઓ સાથે જવાબદાર પ્રેક્ટિસનો અમલ કરવામાં હેલ્થકેર સંસ્થાઓને માર્ગદર્શન આપશે. માર્ગદર્શિકા પર અદ્યતન માહિતી સાથે રેડ બુક આ કટોકટીના સમયમાં પડકારોને ઝીલવા હેલ્થકેર સંસ્થાઓને તેમજ હાલ ઊભી થઈ રહેલી નવી સ્થિતિમાં કોઈ પણ કટોકટીને પહોંચી વળવા સમન્વયપૂર્વક પ્રતિસાદ આપવા સક્ષમ બનાવશે.”

રેડ બુક પ્રોજેક્ટ કવચનો ભાગ છે. આ પ્રોજેક્ટ રોગચાળાના પ્રારંભિક તબક્કા દરમિયાન અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપે કોવિડ રોગચાળા સામે સંપૂર્ણ વ્યૂહાત્મક અભિગમ અપનાવવા માટે શરૂ કર્યો છે. પ્રોજેક્ટ કવચ માહિતી, ચકાસણી અને મૂલ્યાંકન, પરીક્ષણ, ચિહ્નો ન દેખાતા હોય એવા પોઝિટિવ કેસોના દર્દીઓને ક્વારેન્ટાઇન કરવા માળખાગત સુવિધા તૈયાર કરવા તથા હળવા, મધ્યમ અને ગંભીર દર્દીઓ માટે સારવારની સુવિધા ઊભી કરવા સહિત તમામ પાસાંઓને આવરી લે છે.

એમાં કોવિડ-19 સાથે સંબંધિત વિશ્વસનિય માહિતીની હોસ્પિટલની અંદર તેમજ તમામ જોડાયેલા નર્સિંગ હોમ્સ અને તમામ રેફરલ ડૉક્ટર્સ વચ્ચે આદાનપ્રદાન કરવા ટેકનોલોજી પ્લેટફોર્મનો ઉપયોગ કરીને અસરકારક સંચાર વ્યૂહરચના પણ સામેલ છે. રેડ બુક શ્રેષ્ઠ પ્રેક્ટિસમાં અપોલો હોસ્પિટલ્સના અનુભવને વહેંચવાની સુવિધા આપીને એને આગળ વધારે છે, જેથી ડૉક્ટરો અને નર્સિંગ હોમ્સ કોવિડ-19ની બદલાતી સ્થિતિનું સંચાલન કરવા સજ્જ થઈ શકશે.

રેડ બુકમાં વિગતવાર માર્ગદર્શિકા સામેલ છે, જે આઉટપેશન્ટ સ્ક્રીનિંગ અને તાવની સારવાર કરતા દવાખાના, નમૂના એકત્ર કરવા, નોન-ક્લિનિકલ મેનેજમેન્ટની આચારસંહિતા, ઇન્ફેક્શન નિવારણ અને નિયંત્રણમાં શ્રેષ્ઠ પ્રેક્ટિસ, સાતત્યપૂર્ણ પ્રક્રિયા, દર્દીની ભરતી, આઇસોલેશનની આચારસંહિતા, સ્ટાફ, આરોગ્યકર્મીઓ માટે પ્રોફીલેક્સિસ, દર્દીઓ

અને સ્ટાફ માટે માનસિક સલામતી અને સુખાકારી, મેડિકલ રેકોર્ડનું ડોક્યુમેન્ટેશન તેમજ ગંભીર અને અતિ બિમાર દર્દીઓને સમયસર, અસરકારક અને સુરક્ષિત સારવાર માટે શ્રેષ્ઠ પ્રેક્ટિસ સાથે સંલગ્ન જાણકારી સામેલ છે. એમાં દરેક વિભાગ માટે ચેકલિસ્ટનો સેટ પણ સામેલ છે, જે જટિલ અને અતિ જરૂરી વર્કલોડ દ્વારા હેલ્થકેર સંસ્થાઓને વ્યવસ્થાપન કરવામાં મદદ કરશે તેમજ આ રોગચાળામાં શ્રેષ્ઠ વહીવટ કરવા મદદરૂપ થશે. રેડબુક http://bit.ly/ApolloRedBook પરથી ડાઉનલોડ કરી શકશો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.