Western Times News

Gujarati News

સાવધાન : નકલી Oximeter Apps તમને મૂર્ખ બનાવે છે

files Photo

ગાંધીનગર: દેશમાં હાહાકાર મચાવનાર કોવિડ ૧૯ના લીધે લોકોમાં ડરનો માહોલ છે. કોરોના સંક્રમણથી બચવા માટે લોકો ઘરેબેઠા અવનવા ખતરા કરે છે. દેશી ઉપચાર અને કોવિડ ૧૯ સંબંધિત વિવિધ એપ્સનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આ મહામારીમાં પણ ધૂતારાઓ મજબૂરીનો ફાયદો ઉઠાવી લોકોને ઠગવાનું બંધ કરતા નથી. ત્યારે સીઆઈડી ક્રાઈમના સાઇબર સેલ વિભાગે નકલી ઓક્સિમિટર એપ્લિકેશનથી સાવધાન રહેવા અનુરોધ કર્યો છે. ઇન્ટરનેટ પર કેટલાક યુઆરએલ/ લિંકસ તમારા ઓકિસજન સ્તરને તપાસવા માટે નકલી મોબાઇલ ઓકિસમીટર એપ્લિકેશન પ્રદાન કરવાની જાહેરાત કરી રહ્યા છે.

સાયબર ગુનેગારોએ કોવિડ સંબંધિત એપ્લિકેશનો બનાવવાનું શરૂ કર્યું છે. જે શરીરમાં ઓકિસજનનું સ્તર ચેક કરે છે. લોકો આવી એપ્લિકેશન મફતમાં ડાઉનલોડ કરે છે અને તેમને લાગે છે કે તે ઝડપી અને સસ્તું છે. પરંતુ આવી એપ્લિકેશનોથી ઓકિસજનના સ્તરની તપાસ કરવી ખૂબ જાેખમી છે. એકવાર વપરાશકર્તાઓ એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા પછી, તે ઓકિસજન સ્તરને તપાસવા માટે ફોન લાઇટ, કેમેરા અને ફિંગર પ્રિન્ટ સ્કેનરનો ઉપયોગ કરે છે. જ્યારે તમે એપ ઇન્સ્ટોલ કરો છો

ત્યારે એપ્લિકેશન તમારા કોન્ટેક, ફોટો, ફાઈલ મેનેજરનો એક્સેસ કરવાની પરવાનગી પણ પૂછે છે. ફિંગરપ્રિન્ટ સ્કેનરની મદદથી, હેકર્સ ડેટાને ખુબ જ સરળતાથી એકસેસ કરવામાં સક્ષમ હોય છે. આ રીતે ડેવલોપર્સ એપ્લિકેશનો ડાઉનલોડ કર્યા પછી વપરાશકર્તાઓને મૂર્ખ બનાવે છે. આવી એપ્લિકેશનો એસએમએસ ઇનબોકસ પણ વાંચી શકે છે. જેમાં તમારા બેંક એકાઉન્ટ ટ્રાંઝેકશન અને ઓટીપીનો પણ હેકર્સ ઉપયોગ કરી શકે છે.

એપ્લિકેશન્સ વ્યકિતગત માહિતીને ચોરી ગૂગલપે, ફોનપે ,પેટીએમ વગેરે માટે ઉપયોગમાં લેવામાં આવતા તમારા ફિંગરપ્રિન્ટ ડેટાનો ઉપયોગ કરે છે અને આ રીતે તે, તમને ફાઇનાન્સિયલ નુકસાન પણ પહોંચાડી શકે છે. કોઈ કપટી દાવા કરે તેવી કોઈ પણ એપ્લિકેશનને કયારેય ડાઉનલોડ કરશો નહીં. ઓક્સિમીટર કઈ રીતે કાર્ય કરે છે તે વિષે વપરાશકર્તાઓએ જાગ્રતા રહેવું જાેઈએ. ઓક્સિજન લેવલ માપવા માટે કોઈપણ ઉપકરણને ફિઝિકલ એસપીઓ૨ બ્લડ ઓક્સિજન સેન્સરની આવશ્યકતા હોય છે અને હાર્ટ રેટ વાંચવા માટે ફિઝિકલ હાર્ટબીટ સેન્સરની આવશ્યક્તા હોય છે. આ સુવિધા બજારમાં મળતા કોઈ પણ સ્માર્ટફોનમાં હોતી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.