Western Times News

Gujarati News

પ્રાંતિજ એક અઠવાડીયા માટે લોકડાઉનની લાઈનમાં

– નગરપાલિકા ખાતે યોજાયેલ મીટીંગ મા લેવાયો નિર્ણય  .- માત્ર મેડીકલ સેવા સિવાય તમામ રોજગાર ધંધા બંધ  .

– વધતા જતા કોરોના સંકમણ ને લઈ ને લેવાયો નિર્ણય  .- સોમવાર થી સોમવાર સુધી પ્રાંતિજમા સંપુર્ણ લોકડાઉન  .

પ્રાંતિજ,  સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પણ કોરોના ના વધતા જતા સંક્રમણ ને લઈ ને પ્રાંતિજ બજાર એક અઠવાડીયા સુધી સંપુર્ણ લોકડાઉન જાહેર કરવામા આવ્યુ તો માત્ર મેડીકલ સેવા ચાલુ રહશે  .

કોરોનાએ ચારેય બાજુ એ હાહાકાર મચાવ્યો છે અને રોકેટ ની ગતિએ કોરોના ના કેસો મા દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ કોરોના ના વધતાજતા કેસોને લઈ ને આજે પ્રાંતિજ નગરપાલિકા ના સભાખંડ મા પાલિકા પ્રમુખ દિપકભાઇ કડીયા ની અધ્યક્ષતામા મીટીંગ યોજાઇ હતી.

જેમા પ્રાંતિજ ના વિવિધ વેપારી એસોસીએશન ના પ્રમુખો વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમા પ્રાંતિજ સહિત તાલુકામા રોકેટ ની ગતિએ વધતા જતા કોરોના ના કેસો સામે સંકમણ ધટાડવા માટે પ્રાંતિજ ને એક અઠવાડીયા માટે લોકડાઉન કરવાનો નિર્ણય લેવામા આવ્યો હતો.

જેમા સોમવાર થી સોમવાર એટલેકે તા.૨૬|૪|૨૦૨૧ થી તારીખ.૩|૫|૨૦૨૧ સુધી તમામ વેપાર ધંધાઓ સંપુર્ણ પણે બજાર બંધ રહશે અને માત્ર મેડીકલ ની દુકાનો જ ખુલ્લી રહશે .ત્યારે પ્રાંતિજ નગરપાલિકા દ્રારા નગરજનોને ધરો મા રહેવા સુરક્ષીત રહેવા માટે અપીલ પણ કરવામા આવી છે

તો નગરપાલિકા ના કોર્પોરેટર રાજેશકુમાર રતિલાલ ટેકવાણી દ્રારા નગરજનોને તથા વેપારીઓ ને કોરોના ની રસી લેવા અનુરોધ કર્યો હતો તો જો કોઇ વેપારીઓ લોકડાઉન ની કડક અમલવારી નહી કરે તો પ્રાંતિજ નગર પાલિકા દ્વારા કડક મા કડક કાર્યવાહી પણ કરવામા આવશે ત્યારે હાલતો કોરોના સંકમણ વધતા પ્રાંતિજ મા એક અઠવાડીયા નુ લોકડાઉન જાહેર કરવામા આવ્યુ  .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.