Western Times News

Gujarati News

દર્દીનાં સરકારી આંકડા અને ઓક્સિજન વચ્ચે મોટો તફાવત

Files Photo

અમદાવાદ: અમદાવાદની હોસ્પિટલમાં દર્દીઓની કથળતી સ્થિતિ વચ્ચે મહત્તમ ઓક્સિજન સિલિન્ડરનો વપરાશ વધી રહ્યો છે. શહેરની એલ. જી. હોસ્પિટલ, નગરી હોસ્પિટલ, એસવીપી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, તપન હોસ્પિટલ અને એશિયા બેરિયાટ્રિક હોસ્પિટલ આ તમામ હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો પહોંચાડનાર ડીલર સાથે અમે વિગતો મેળવીને હકીકત સામે લાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે જણાવેલી હકીકત ખરેખર ચોંકાવનારી છે. ગુજરાતનાં ધોળકા, ભાવનગર, હજીરા, દહેજ આ ચાર જગ્યાએ લીકવીડ ઓક્સિજન ઉત્પાદનના પ્લાન્ટ છે. જ્યાંથી ઓક્સિજન ગુજરાતના અલગ અલગ જગ્યાએ આવેલાં બોટલિંગ પ્લાન્ટ પર પહોંચે છે.

ચોંકાવનારી વાત છે કે, અમદાવાદમાં માત્ર ૧૦ અને આખાય ગુજરાતમાં માત્ર ૫૦ જેટલાં બોટલિંગ પ્લાન્ટ છે. એક દિવસમાં કુલ ૫૦ હજાર ઓક્સિજન સિલિન્ડરની માંગ વચ્ચે માત્ર ૨૫૦૦૦ જ ઓક્સિજન સપ્લાય થઈ શકે છે. આ અંગે ઓક્સિજન ડીલર મધુકર અવસ્થીયાના કહેવા પ્રમાણે, લોકોને ઓક્સિજન નથી મળતો જેની પાછળ આખીય ચેનલમાં સર્જાતી ખામી છે. બોટલિગ પ્લાન્ટ ૨ અઠવડિયામાં બની શકે તેમ છે પરંતુ ગુજરાત પાસે પ્લાન્ટ જ નથી. રોજ ૮૦થી ૧૦૦ ટન ઓક્સિજન વપરાય છે. ખૂબ જ ચોંકાવનારી વાત એ છે કે,

અમદાવાદની હોસ્પિટલમાં ઓક્સિજનનો સતત વપરાશ થઈ રહ્યો છે. એક સમય એવો હતો કે, અમદાવાદની હોસ્પિટલમાં માત્ર ૪૦ ટન ટન વપરાતો હતો જેને બધા અત્યારે ૨૦૦ ટન જેટલો રોજનો ઓક્સિજન વપરાય છે. કોરોનાવાયરસના દર્દી દર મિનિટે ૮૦થી ૧૦૦ લિટર જેટલો ઓક્સિજનનો વપરાશ કરે છે. ઓક્સિજનના ડીલર બધું કરવા અંગે જણાવ્યું કે, હાલ કોરોનાવાયરસના કેસ સૌથી વધારે છે અને હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાત છે. અમદાવાદની આ પરિસ્થિતિ જાણ્યા અમે પણ દંગ રહી ગયા હતા.

કારણકે ઓક્સિજનના ડીલરની વાત એ હતી કે, અમદાવાદમાં કોરોનાવાયરસના કેસ સૌથી વધારે છે. જ્યારે બીજી તરફ ગુજરાત સરકાર તરફથી આવતા કોરોનાવાયરસના આંકડાઓ કંઈક અલગ કર્યા છે. જાે ગુજરાત સરકાર સાચી હોય તો સવાલ એ થાય છે કે, રોજનો ૮૦ ટનનો ઉપયોગ કરે છે કોણ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.