Western Times News

Gujarati News

કેન્સર હોવા છતાં વૃદ્ધે કોરોના વાયરસને હરાવ્યો

Rajkot father mother son death Corona

વડોદરા: ૭૫ વર્ષના યુસુફ હોટેલવાલાનો પરિવાર ત્યારે ખૂબ ડરી ગયો હતો જ્યારે તેમનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો કારણ કે તેઓ પહેલાથી જ તેઓ કેન્સર સામે લડાઈ લડી રહ્યા હતા. પરંતુ આ લગભગ એક વર્ષ પહેલા થયું હતું. પરંતુ ૭૫ વર્ષના યુસુફ કોરોના કરતાં વધારે શક્તિશાળી સાબિત થયા હતા અને જીવલેણ વાયરસને હરાવ્યો હતો. આજે તેઓ એકદમ સ્વસ્થ છે અને ઘણા સંક્રમિત દર્દીઓને કોરોનાથી રિકવર થવામાં મદદ કરી રહ્યા છે. કોરોનાથી એક અઠવાડિયામાં રિકવર થયા બાદ, મને સંક્રમિત દર્દીઓ અને તેમના પરિવારજનો તરફથી કોલ આવવાના શરુ થઈ ગયા હતા. કેન્સરના દર્દી હોવા છતાં મેં કોરોનાને કેવી રીતે મ્હાત આપી તે જાણવા માટે તેઓ ઉત્સુક હતા.

તેથી, મારો સંપર્ક કરનારા કોરોનાના દર્દીઓનું મેં કાઉન્સેલિંગ કરવાનું નક્કી કર્યું, તેમ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા યુસુફે જણાવ્યું હતું. મને મોટાભાગના ફોન તેવા વ્યક્તિ તરફથી આવે છે જેઓ ગંભીર બીમારીથી પીડાઈ છે અને કોરોનાથી સંક્રમિત થયા છે. કો-મોર્બિડિટી ધરાવતાં લોકોને કોરોના વાયરસ ગંભીર અસર કરે છે, તેવું સાંભળ્યા બાદ તેઓ રિકવરી માટે ખોરાક તેમજ અન્ય પગલાં વિશે સલાહ ઈચ્છે છે. કેટલાક દર્દીઓના પરિવારજનો તો મારા ઘરે પણ આવે છે.

હું તેમને સકારાત્મક વલણ રાખવાનું કહું છું અને કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવા સિવાય હેલ્ધી શાકાહારી ભોજન લેવાની સલાહ આપું છું. વાયરસ તમારી એનર્જી લઈ લે છે, પરંતુ મજબૂત ઈરાદાએ મને જલ્દીથી રિકવર થવામાં મદદ કરી હતી. મારી પાસે સલાહ માટે આવેલા ઘણા લોકો કોરોનાથી રિકવર થઈ ગયા છે. મહામારીમાં હું તેમને મદદ કરી શક્યો તે વાતની મને ખુશી છે’,

તેમ વાડી વિસ્તારમાં રહેતા હોટેલવાલાએ જણાવ્યું હતું. યુસુફ કાકાએ મારા ૭૧ વર્ષના પિતા સાથે વાત કરી હતી, જેમને કોરોનાનું સંક્રમણ લાગ્યા બાદ ૨ એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમનું ઓક્સિજન લેવલ પણ ઘટી ગયું હતું. કાકાએ તેમની રિકવરીનું ઉદાહરણ આપ્યું હતું અને તે બાબતે એક જ અઠવાડિયામાં રિકવર થવામાં મારા પિતાને મદદ કરી હતી. હાલ, તેઓ ઘરે છે’, તેમ વાડી વિસ્તારની રહેવાસી નાઝમા લાંબાવાલાએ કહ્યું હતું.જ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.