Western Times News

Gujarati News

વોટ્‌સઅપ ગ્રુપમાં વાંધાજનક પોસ્ટ માટે એડમિન જબાબદાર નથી : મુંબઇ હાઇકોર્ટ

મુંબઇ: વોટ્‌સઅપ ગ્રુપમાં કોઇપણ સભ્ય વાંધાજનક પોસ્ટ કરે તો તેના માટે તે ગ્રુપનો એડમિન જવાબદાર નથી તેવો ચુકાદો મુંબઇ હાઇકોર્ટે આપ્યો છે. મુંબઇ હાઇકોર્ટે નોંધ્યું હતું કે વોટસઅપ ગ્રુપના એડમિન પાસે સભ્યોને એડ કરવા અને ડિલિટ કરવા જેવા મર્યાદિત અધિકાર હોય છે.પરતું સભ્યો દ્વારાગ્રુપમાં કરવામાં આવતી પોસ્ટપર નિયંત્રણ રાખવાનો અથવા તેને સેન્સર કરવાનો અધિકાર હોતો નથી.

વોટસઅપ ગ્રુપનો એડમિન કિશોર તારોને કરાયેલી અરજી પર કોર્ટેઆદેશ આપ્યો હતો.આ તારોના સામે વિવિધ કલમો હેઠળ૨૦૧૬માં ગોંદિયા જિલ્લામાં કેસ નોંધાયો હતો.આ કેસમાં વોટસગ્રુપમાં મહિલા સભ્યો સામે અભદ્ર ભાષા અને અન્ય વાંધાજનક પોસ્ટકરનાર સભ્યો સામે કાર્યવાહી કરવામાં તારોને નિષ્ફળ ગયો હતો. તારોને ગ્રુપ એડમિન હોવા છંતા પણ તેણે કોઇ કાર્યવાહી કરી ન હતી. અને તેણે સભ્યને માફી માંગવાનું પણ કહ્યું ન હતું.

મુંબઇ કોર્ટે આદેશ આપતાં કહ્યું હતું કે વોટસઅપ ગ્રુપમાં વાંધાજનક પોસ્ટ માટે એડમિન જવાબદાર નથી. તેની પાસે પોસ્ટ ડિલીટ અને સભ્યોને એડ કરવા જેવા મર્યાદિત અધિકાર છે.એક ગ્રુપમાં એક અથવા વધારે લોકો એડમિન હોય છે.ગ્રુપમાં કોઇ વાંધાજનક પોસ્ટ નાંખે છે તો જેણે પોસ્ટ કરી છે તે ને કાયદા હેઠળ આવરી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.