Western Times News

Gujarati News

મહામારીમાં તમામ તૈયારીઓ માત્ર કાગળ પર છે ગ્રાઉન્ડ પર નહીં : ગુજરાત હાઈકોર્ટ

File

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટની ગઈ વખતની ઓનલાઈન સુનાવણીમાં સરકારે કોરોનાની સ્થિતિ, રેમડેસિવિર અને ઓક્સિજનની અછતને પહોંચી વળવામાં સરકાર સક્ષમ છે તેવો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટે હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા તેમજ ઓક્સિજની અછતને લઈને સરકાર પાસે જવાબ માંગ્યા હતા. જેના સંદર્ભે હાઈકોર્ટે આજે ફરી સુનાવણી હાથ ધરી હતી. ત્યારે કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી.

હાઈકોર્ટે કહ્યુ હતુ કે અમે લોકોના જીવ બચાવવાની વાત કરી રહ્યા છીએ, મોતના આંકડાની વાત પછી કરીશું , અત્યારે બ્રેક ધ ચેઈનની વાત કરો. લોકડાઉન બાબતે તમારો શું મત છે? હાઈકોર્ટે સરકારને ઝાટકી હતી અને કહ્યું કે ૧૦૮ની લાઈ ૧૫ દિવસથી ઘટી નથી કેમ?, ઓક્સિજનના બાટલા માટે કેમ લાઈનો છે., બધુ પેપર પર છે પણ વાસ્તવિકતામાં કંઈ નથી., જાે ૧૦૮માં દર્દી આવે તો જ સારવાર કરવાની બાકી મરવા દેવાના ? આવી બેજવાબદારી કેમ ? . કોર્ટે કહ્યું ગુલાબી ચિત્ર ન બતાવો, વાસ્તિવક હકીકત જણાવો.એમ્બ્યુલન્સ મામલે પણ સરકારનું સ્ટેન્ડ વિરોધાભાસ છે, છેલ્લી સુનાવણીમાં પણ આ મુદ્દા પર અમે સ્પષ્ટતા માંગી હતી કેમ એફિડેવિટ માં કોઈ સ્પષ્ટતા નથી. ૧૦૮ એ ફર્સ્‌ટ કમ ફર્સ્‌ટ સર્વિસ પર ધ્યાન આપવું જાેઈએ.

જાે કોઈ હોસ્પિટલ ના દાખલ હોય અને અન્ય હોસ્પિટલમાં લઇ જવાના હોય તો કેમ ૧૦૮ નથી જતી , સરકાર અને એએમસીની ગાઈડલાઈન એકસમાન હોવી જાેઈએ કેમ પ્રાઈવેટ વ્હીકલમાં દર્દીઓને એડમિશન નથી અપાતા,માત્ર અમદાવાદની વાત ન કરો, તમે માત્ર છસ્ઝ્રના વકીલ નથી, રાજ્ય માટે શું પ્લાન છે તે જણાવો ૧૦૮ માં જ દર્દીઓને ને અમદાવાદ ની ૪ હોસ્પિટલમાં એડમિશન આપવામાં આવ્યા છે. આ સમય માં આવું વલણ કેમ? અત્યાર ની પરિસ્થિતિ બિહામણી છે ઓક્સિજન આપવા માટેની શું પ્રોસેસ છે?

ં કોર્ટે કહ્યુ હતુ કે, તમે દર્દીને જુઓ તેમને જરૂર હોય તેવી સારવાર બને એટલી જલદી આપો. નહીં કે લાઈનો લગાવો. જે ક્રિટિકલ નથી તેમને કોવિડ કેર હોસ્પિટલ મોકલો. જે દર્દી આવે તેમને ડિફાઈન કરો અને સારવાર આપો. આમ લાઈનો ન લગાવો. પ્રાઈવેટ, કોવિડ, ડેજિગ્નેટેડ, સરકારી હોસ્પિટલ સારવારની ના ન પાડી શકે. આખા ગુજરાતની વાત છે. કેમ આવું થઈ રહ્યુ છે. દર્દીઓને સારવાર કેમ નથી મળી રહી. હોમ કેર, હોમ આઈસોલેટેડની તો વાત જ કેમ કરવી. કોઈ દર્દીઓને એટેન જ નથી કરી રહ્યા.

કમલ ત્રિવેદીએ કહ્યુ કે, હોસ્પિટલમાં ઓલરેડી બેડ ફૂલ છે, અને બહાર લાઈનો લાગી છે એક સાથે આટલા ક્રાઉડને હોસ્પિટલ સ્ટાફ ડોક્ટર કેવી રીતે સંભાળે? હાઈકોર્ટે કહ્યુ તો પછી દરેક હોસ્પિટલની બહાર બોર્ડ મારો. ગુજરાત સરકારે સ્વીકાર્યુ છે કે, હા બેડની પણ અછત છે. અમે એવું નથી કહી રહ્યા કે બધુ સલામત છે પણ અમે પૂરતા પ્રયાસ કરી રહ્યા છીએે. એડવોકેટ એસો. વતી એડવોકેટ અમિત પંચાલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ગાઈડલાઈન પ્રમાણે કોઈ દર્દી ને દાખલ કરવાની ના પાડી શકાય નહીં.

૯૦૦ બેડની હોસ્પિટલ ચાલુ થઈ છતાંય હોસ્પિટલની બહાર દર્દીઓ મરી રહ્યા છે. ૬૭૫ એમ્બ્યુલન્સની સામે રોજના ૨ હજારથી વધુ કેસો આવી રહ્યા છે. લોકો એમ્બ્યુલન્સ અને યોગ્ય સારવાર ના અભાવે મરી રહ્યા છે. હાથ જાેડીને કહું છુ ૧૦૮ મુદ્દે ઓર્ડર પાસ કરો.

એડવોકેટ એસો. વતી એડવોકેટ ઓમ કોટવાલે પણ રજૂઆત કરી હતી કે, આધારકાર્ડ અંગે એએમસીનો આ ર્નિણય અયોગ્ય છે. આધાર કાર્ડ હોય તો આરટીપીસીઆર મરજીયાત કરવાનો ર્નિણય યોગ્ય નથી. એડવોકેટ પરસી કાવિનાએ ટકોર કરી હતી કે, આવી પરિસ્થિતિમાં લોકોને હોસ્પિટલમાં બેડ મળતા નથી અને સરકાર નવી હોસ્પિટલમાંના ઉદ્‌ઘાટન કરે છે જેમાં ૩ લેયર સિક્યુરીટી હોય છે હોસ્પિટલના અધિકારીઓ હોય છે અને ભીડ થાય છે. તો આનાથી કઈ રીતે ચેઇન તૂટશે. હજી પણ ૧૨૦૦ બેડની ગાંધીનગરની હોસ્પિટલ બનશે. ત્યારે ગેધરિંગ થશે, ઉદ્‌ઘાટન થશે. એટલે આ બધું બંધ થાય ઉદ્ધટન કર્યા વગર હોસ્પિટલ ચાલું થાય એમાં સૌની ભલાઈ છે. મેં ફોટોઝ જાેયા છે જેમાં ડેપ્યુટી સી.એમ બધી જગ્યાએ હતા. હું કોઈ કોમેન્ટ નથી કરતો પણ આવા કાર્યકમમાં સંક્રમણ વધે તેની શકયતા છે.

એડવોકેટ શાલીનએ કહ્યું કે, ઝયડ્‌સની જેમ દરેક હોસ્પિટલમાં પીએસએ પ્લાન્ટ હોવો જાેઈએ જેથી ઓક્સિજનની કમી ન સર્જાય તેને તૈયાર કરવામાં ૨ સપ્તાહ જેટલો જ સમય લાગે છે. સાથે ગુજરાતમાં ઓક્સિજનની અછત છે ત્યારે આપણે પાડોશી રાજ્યને મદદ કરીએ છીએ પણ ગુજરાત માટે પણ વિચારવું જાેઈએ. હાઈકોર્ટ સૂઓમોટો અરજી પર સુનાવણી શરૂ થઈ હતી જેમાં આધારકાર્ડ ફરજિયાત કરવાના ર્નિણયને પણ રદ કરવાની માગ ઉઠી છે. ૧૦૮ના પ્રવેશના કારણે લોકો સારવાર વિના મરતા હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. આનંદ યાજ્ઞિકે જણાવ્યુ હતુ કે. પ્રાઇવેટ હોસ્પિટલમાં સરકારી ક્વોટા વધારીને ૫૦% કરવો જાેઈએ. કોર્પોરેશનની હોસ્પિટલોમાં શહેરીજનોને જ દાખલ કરવામાં આવે છે.

અમદાવાદ બહારથી પણ ગંભીર દર્દીઓ સારવાર અર્થે આવે છે. માં વાત્સલય, આયુષ્યમાન ભારત કાર્ડનું સંકલન કરી ખાનગી હોસ્પિટલમાં લોકોને સારવાર આપવી જાેઈએ વળી હીયરીંગમાં જૂની વીએસ હોસ્પિટલને શરુ કરવાનો મુદ્દો પણ ઉછાળ્યો હતો.

હાઇકોર્ટમાં કોરોનાની સ્થિતિ અંગે થયેલા સુઓમુટોના મામલે રાજ્ય સરકારે કોર્ટમાં ઓનલાઇન સોગંદનામું રજૂ કર્યું છે જેમાં હોસ્પિટલમાં ૧૦૮ એમ્બ્યુલન્સથી જ પ્રવેશ અપાતો હોવાની કબૂલાત કરવામાં આવી છે. એએમસી અને ૧૬૨ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં ૧૦૮ એમ્બ્લુલન્સથી પ્રવેશ આપવામાં આવે છે. હોસ્પિટલની બહાર વેઇટિંગ હોય તો ૧૦૮માં જ સારવાર અપાય છે.

ઓક્સિજન અને રેમડેસિવિલનો અંકુશ કેન્દ્ર સરકારે લીધો છે. રાજ્યમાં ૫૨ હજાર ૩૬ દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે.વધુમાં જણાવવામાં આવ્યુ છે કે ૧ થી ૨૩ એપ્રીલ સુધીમાં ૩૩ લાખ ૬૨ હજાર ૯૬૫ ટેસ્ટ થયા છે. જેમાં ૧૩ લાખ ૧૪ હજાર ૨૬૪ ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમજ જણાવવામાં આવ્યુ છે કે કેન્દ્ર સરકાર પાસેથી રેમડેસિવિરનો વધુ જથ્થો માંગ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત ૨૪ કલાકમાં કોરોનાના ૧૪,૩૪૦ નવા કેસ નોંધાયા છે

તો સંક્રમણના કારણે ૧૫૮ લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ ૭,૭૨૭ દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં ૩,૮૨,૪૨૬ દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર કાળમૂખી બનીને આવી છે. તેમાં પણ અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. અમદાવાદે કોરોનાના કેસમાં મુંબઈને પાછળ છોડ્યું છે. મુંબઈમાં ગઇકાલે ૫,૫૪૨ કેસ નોંધાયા હતા. જ્યારે આજે એકલા અમદાવાદમાં ૫,૬૧૯ કોરોનાના કેસ નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.