Western Times News

Gujarati News

સોશિયલ મીડિયા પર મદદ માગનારા સાથે ખરાબ વ્યવહાર ન થવો જાેઈએ

નાગરિક સોશિલ મીડિયા અથવા તો અન્ય કોઇ પ્લેટફોર્મ પર પોતાની મુશ્કેલી જાહેર કરે તો, તેનો એ અર્થ નથી કે તે ખોટા છે ઃસુપ્રીમ કોર્ટના જસ્ટિસનો મત

નવી દિલ્હી,  દેશમાં કોરોના વારસી બીજી લહેરના કારણે હાહાકાર મચ્યો છે. આ સંકટ વચ્ચે શુક્રવારે સુપ્રીમ કોર્ટેમાં મહત્વની સુનવણી થઇ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોરોના વાયરસ અંગે નેશનલ પ્લાન મંગ્યો છે. સાથે એક ચિંતા પણ વ્યક્ત કરી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે સોશિયલ મીડિયા પર જે લોકો પોતાની સમસ્યા બતાવી રહ્યા છે, તેમની સાથે ખરાબ વ્યવહાર ના થવો જાેઇએ. અદાલતમાં સુનવણી દરમિયાન જસ્ટિસ્ટ ચંદ્રચૂડે કહ્યું કે હું અહીં એક ગંભીર વિષય ઉઠાવવા માંગુ છું. જાે કઇ પણ નાગરિક સોશિલ મીડિયા અથવા તો અન્ય કોઇ પ્લેટફોર્મ પર પોતાની મુશ્કેલી જાહેર કરે તો, તેનો ઓ અર્થ નથી કે તે ખોટા છે. કોઇ પણ પ્રકારની માહિતિને દબાવવી ના જાેઇએ.

સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે દરેક રાયને આ કડક સંદેશો પહોંચવો જાેઇએ કે જાે કોઇ નાગરિકે સોશિયલ મીડિયા પર મદદની અપીલ કર્યા બાદ તેના પર કોઇ એકશન લેવામાં આવી તો, તેને કોર્ટનની અવમાનના ગણવામાં આવશે. કોઇ પણ રાજ્ય કોઇ પ્રકારની માહિતિને દબાવી ના શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આપણે અત્યારે રાષ્ટ્રિય સંકટની સ્થિતિમાં છીએ. તેવામાં સામાન્ય લોકોની વાત સાંભળવી ખૂબ જરુરી છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ટિપ્પમઈ એવા સમયે કર છે જ્યારે કેન્દ્ર સરકાર પર રોપ લાગ્યો છે કે ફેસબૂક અને ટિ્‌વટર પર જે લોકો બેડની અને ઓક્સિજનની મદ માંગતી પોસ્ટ કરી રહ્યાછે તેને હટાવી રહી છે. આ સ્વાય ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિ પર અફવા ફેલાવાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ યુવકે સોશિયલ મીડિયા પર ઓક્સિજન માટે મદદ માંગી હતી,જ્યારે તે દર્દી કોરોના પોઝિટલ નહોતો.

દરમિયાનમાં કોરોનાના મામલે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટએ કેંદ્ર સરકારને પૂછ્યું કે જરૂરી દવાઓનું ઉત્પાદન અને વિતરણ સુનિશ્વિત કેમ થઇ રહ્યું નથી? કેંદ્રએ સોગંધનામામાં કહ્યું કે દર મહિને સરેરાશ એક કરોડ ત્રણ લાખ રેમડેસિવિર ઉત્પાદ કરવાની ક્ષમતા છે, પરંતુ સરકારે માંગ અને સપ્લાયની જાણકારી આપી નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેંદ્રએ ફાળવણીની રીત પણ જણાવી નથી, કેંદ્રએ ડોક્ટરોને કહેવું જાેઇએ કે રેમડેસિવિર અથવા ફેવિફ્લૂના બદલે અન્ય ઉપયુક્ત દવાઓ પણ દર્દીઓને જણાવે, મીડિયા રિપોર્ટ કહી રહ્યા છે કે આરટીપીસીઆર સાથે કોવિડના નવા રૂપની તપાસ થઇ શકતી નથી, તેમાં અનુસંધાનની જરૂર છે.

આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેંદ્રએ પૂછ્યું કે તમે ૧૮-૪૫ વર્ષ દરમિયાન ઉંમરવાળાને વેક્સીન લગાવવાની યોજના બનાવી છે, શું કેંદ્ર પાસે કોઇ કોષ પણ છે, જેથી વેક્સીનના ભાવ સમાન રાખી શકાય? કેંદ્ર સરકારે એ પણ જણાવવું પડશે કે ભારત બાયોટેક અને સીરમ ઇંસ્ટીટ્યૂટને કેટલું ફંડ આપ્યું છે. જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડે કહ્યું કે હું મેં ગાજિયાબાદમાં


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.