Western Times News

Gujarati News

CTM ચાર રસ્તા પાસે બે શખ્શો યુવાનનો થેલો લુંટી જતાં ચક્ચાર

અમદાવાદ : કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ શહેરમા એ હદે કથની છે કે લુટારાઓ ખુલ્લે આમ શહેરમાં નાગરીકોને લુંટી રહ્યા છે અને આવી ઘટના લગભગ રોજ શહેરમા ઘટતી હોવા તા ગુનેગારો પોલીસની પકડ બહાર છે સતત સુરક્ષામાં દાવા કરતી પોલીસના મો પર લપડાક સમાન વધુએક કિસ્સો રામોલ વિસ્તારમાં નોધાયો છે સીટીએમ ચાર રસ્તા પાસે રીક્ષાની રાહ જાઈ ઉભા રહેલા યુવાનના હાથમાંથી થેલાની લુટ કરીને બે બાઈક સવાર પલાયન થઈ જતાં ચકચાર મચી છે.

ઘટનાની વિગત એવી છે કે અંકીત પટેલ મુળ ઉત્તરપ્રદેશ છે અને હાલમાં અમરાઈવાડી રબારી કોલોની નજીક રહે છે બે દિવસ અગાઉ તે પોતાના વતન યુપી જવા માટે નીકળ્યો હતો સાજના સાડા છ વાગ્યા સુમારે તે સીટીએમ ચાર રસ્તા નજીક રીક્ષાની રાહ જાઈને ઉભો હતો ત્યારે અચાનક જ મોટરસાયકલ ઉપર આવેલા બે શખ્શોએ તેની સાથે ઝપાઝપી કરી તેનો થેલો લૂટી લીધો હતો ોજેમા અંકીતનો મોબાઈલ ફોન પાકીટ રોકડા રૂપિયા કપડા તથા અન્ય મુદ્દામાલ રહેલો હતો.

અચાનક જ બનેલી ઘટનાની અંકીત ડરી ગયો હતો આસપાસમાં રાહદારીઓ પણ કાંઈ સમજે એ પહેલાં બે લુંટારૂઓ પલાયન થઈ ગયા હાત જાહેર માર્ગ ઉપર લુંટની ઘટના બનતા લોકોમાં પણ ચર્ચા ચાલી હતી આ અંગે અંકીતે રામોલ પોલીસ સ્ટેશનમા લુંટની ફરીયાદ નોધાવતા પોલીસ સક્રીય થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.