અભિનેતા ઝૈન ઈમામના પિતરાઈનું કોરાનાથી મૃત્યુ
મુંબઈ: નામકરણ એક્ટર ઝૈન ઈમામ શોકમાં છે, કારણ કે તેણે કોવિડ-૧૯ના કારણે પોતાનો પિતરાઈ ભાઈ સૈયદ તાકી ઈમામ ગુમાવ્યો છે. ઝૈને સોશિયલ મીડિયા હેન્ડલ પર તેને અંતિમ વિદાય આપતા ઈમોશનલ નોટ લખી છે. પોસ્ટની સાથે, એક્ટરે ભાઈ સાથેની કેટલીક તસવીરો પણ શેર કરી છે અને તે તેના માટે કેટલો મહત્વનો હતો તે વિશે જણાવ્યું છે. ઝૈને લખ્યું છે કે, અમને હજી વિશ્વાસ નથી આવ્યો રહ્યો કે, તમે ભાઈજાન આટલા વહેલા જતા રહ્યા.
અમે બધા પોઝિટિવ હતા કે તમે તેમાંથી બહાર આવશો પરંતુ લાગે છે કે, અલ્લાહે પહેલાથી કંઈક વિચારીને રાખ્યું હતું અને શાબ-એ-કદરના દિવસે તેમણે અમારી પાસેથી તમને છીનવી લીધા. તમને અમે ખૂબ મિસ કરીશું ભાઈ. આ પોસ્ટ જીવનની તે મુશ્કેલીઓની યાદમાં છે, જેનો તમે હસતા મોંએ સામનો કર્યો હતો. તમે ૧૦ દિવસ પહેલા જ તમારી માતા ગુમાવી હતી અને અમને લાગતું હતું કે, તમે મજબૂતીથી પાછા આવશો પણ.
તેણે આગળ લખ્યું છે કે, તમારી રિકવરી માટે આશરે ૩૦૦ લોકો પ્રાર્થના કરી રહ્યા હતા. અમે તમામ (તમારા પરિવાર સહિત તમામ ભાઈઓ અને બહેનો તેમજ વડીલો) અને તમારી રાઈટર્સ ટીમ, જેમનો હું ક્યારેય મળ્યો નહોતો તેઓ સતત અમારે શેની જરૂર છે તે પૂછતા હતા. કપરા સમયમાં પડખે ઉભા રહેવા માટે તમારી રાઈટર્સ ટીમનો આભાર માનું છું. અન્ય લોકો, જેઓ સક્રિય રીતે સામેલ હતા અને પોતાનો બેસ્ટ પ્રયાસ કર્યો હતો.
એક્ટરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ પોતાના ભાઈ માટે આઈસીયુ બેડની વ્યવસ્થા કરી આપવા માટે સોનુ સૂદનો આભાર માન્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં થેન્ક યુ નોટ શેર કરી છે. તેણે લખ્યું છે કે, ‘આઈસીયુ બેડ મેળવવામાં મદદ કરવા માટે આભાર ભાઈ. તમે પ્રયાસ કર્યા, અમે પણ કર્યા પરંતુ ભાઈ છોડીને જતા રહ્યા. સારું કામ કરતા રહો અને લોકોના જીવ બચાવતા રહો. ભગવાનના આશીર્વાદ તમારા પર છે. તમારી પહેલની કોઈપણ રીતે ભાગ બની શકું તો મને જણાવજાે. ઝૈન હાલ ટેલિવિઝન સ્ક્રીનથી દૂર છે અને છેલ્લે કેટલાક મ્યૂઝિક વીડિયોમાં જાેવા મળ્યો હતો.