Western Times News

Gujarati News

રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરતી માત્રામાં રસીનો સ્ટોક નથી પહોંચી રહ્યો, સ્લોટ તરત ભરાઈ જાય છે

Files Photo

પૂરતી તૈયારી-સ્ટોકના અભાવે રાજ્યમાં રસીકરણને ફટકો

અમદાવાદ/સુરત, રાજ્યમાં ૧૮ વર્ષથી ઉપરના દરેકને કોરોના રસી આપવામાં આવશે તેવી જાહેરાત પરંતુ પૂરતી તૈયારી અને સ્ટોક ન હોવાથી મોટાભાગના લાકોને નિરાશ થવાનો જ વારો આવી રહ્યો છે. કારણ કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પૂરતી માત્રામાં રસીનો સ્ટોક નથી પહોંચી રહ્યો જેના કારણે રસી મેળવવા માટેના સ્લોટ તાત્કાલિક ભરાઈ જાય છે અને મોટાભાગના સમયે ખાલી નથી હોતા.

જાેકે આ અણઘડ વહિવટના કારણે સૌથી વધુ કફોડી હાલત એવા લોકોની થઈ છે જેમણે રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે અને રસીની અસરકારકતા જાળવવા માટે બીજાે ડોઝ નિયત સમયમાં લેવાનો હોય તેમ છતા તેમને સ્લોટ નથી મળી રહ્યા. ઉચ્ચ સરકારી સૂત્રોએ જણાવ્યું કે પૂરતી રસી ન હોવાના કારણે રાજ્યમાં રસીકરણના અભિયાનને ધીમું પાડવાની સરકારને ફરજ પડી રહી છે.

તો બીજી તરફ અમદાવાદમાં ખોખરા અર્બન હેલ્થ સેન્ટરના અધિકારીઓનો એક ઓડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ એવું કહેતા સાંભળવામાં આવ્યા હતા કે હાલ ફ્રન્ટલાઈન વર્કરને હવે તેમની રસીનો પહેલો ડોઝ આપવો નહીં. જાેકે આ દરમિયાન અમદાવાદમાં આશરે ૨૧૭ રસીકરણ કેન્દ્રો પર ૩૪૪૦૦ જેટલા ડોઝનો ઉપયોગ થયો હતો. રસી બહાર પડી ત્યારથી અંદાજીત દરરોજ ૧૪૦૦૦ જેટલા લોકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

આ તરફ સુરતમાં બુધવારે રસીકરણ માટેના ૬૬ કેન્દ્રો પર ખૂબ જ મોટો ઘટાડો જાેવા મળ્યો હતો. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનું માનીએ તો ૬૬ સેન્ટર પર ૬૫૨૧ લોકોને રસી આપવામાં આવી હતી. ગુજરાતના અમદાવાદ સુરત તેવા મોટા શહેરો સાથે લગભગ તમામ જગ્યાએ રસીકરણને લઈને સ્થિતિ એક સમાન જ છે.

મોટાભાગના શહેરોમાં રસીનો પૂરતો સ્ટોક ન હોવાથી લોકોને ધરમ ધક્કા થાય છે. જાેકે ગુજરાત સરકારે તાજેતરમાં જ રસીનો નવો સ્ટોક મેળવ્યો છે અને તેમણે જુદા જુદા રસીકરણ કેન્દ્રો પર તે મોકલી આપ્યો છે જાેકે આ સ્ટોક પણ આગામી ૨-૩ દિવસ ચાલે તેટલો ઓછો છે.

તેવામાં રાજ્ય સરકારના અધિકારીઓ એવો દાવો કરી રહ્યા છે કે ૪૫થી વધુ વયના લોકોને રસી આપવામાં કુલ ૪૯ જેટલા રસીકરણ સેશન્સ પ્લાન કરવામાં આવ્યા છે. જ્યારે જે લોકો ૧૮થી ૪૪ વર્ષની વયની વચ્ચેના છે તેમને કોવિન એપ દ્વારા રજીસ્ટ્રેશન કરીને રસી મેળવી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.