Western Times News

Gujarati News

સુરતમાં રસીકરણને લઈને બદલાતા નિયમોથી લોકો વેક્સિનેશન માટે ધક્કા ખાઈ રહ્યા છે

Files Photo

સુરત: કોરોના સામે સૌથી વધુ સુરક્ષા કવચ તરીકે વેક્સિન પુરવાર થઇ રહી છે. કોર્પોરેશન દ્વારા વેક્સિન લેવાના નિયમોમાં થતો બદલાવ લોકો માટે મુશ્કેલી સર્જી રહ્યો છે. ૪૫ નું બીજા ડોઝનું રસીકરણ બે દિવસ બંધ રહ્યા બાદ ફરી નવો નિયમ બનાવવામાં આવ્યો છે. જેના પગલે લોકો રસીકરણ કેન્દ્રના ધક્કા ખાઈ રહ્યા છે. સવારથી લાંબી લાઈનો લાગે છે અને નવો નિયમ જાણી લોકોએ રસી લીધા વિના જ પરત ફરવું પડી રહ્યું છે.

કોરોના સંક્રમણ સામે સુરક્ષિત રહેવા ડોક્ટરો વેક્સિન લેવા માટે સલાહ આપી રહ્યા છે. અત્યાર સુધીના અભ્યાસમાં જેમણે પણ વેક્સિનના ડોઝ લીધા છે. તેમને કોરોના સામે સુરક્ષા મળી છે. બે ડોઝ લેનારા વ્યક્તિને કદાચ કોરોના સંક્રમણ થઈ શકે પરંતુ તે વધુ જાેખમી રહેતો નથી. પરંતુ કોર્પોરેશન દ્વારા વેક્સિનને લઈને અત્યાર સુધીમાં અનેક બદલાવ કરી ચૂકી છે. પહેલો ડોઝ કયા વ્યક્તિ કોને મળશે, ત્યારબાદ બીજા તબક્કામાં કોને વેક્સિન આપવામાં આવશે અને વેક્સિન ક્યારે અને કેટલા સમય બાદ લેવી જાેઈએ આ બાબતે સતત બદલાતા નિયમો અને સૂચનોને કારણે મુશ્કેલી ઊભી થતી રહી છે.

ગઈકાલે સુરત કોર્પોરેશન દ્વારા ર્નિણય લેવાયો કે ૪૫ વર્ષથી વધુ વયના લોકો, ફ્રન્ટલાઈન વર્કર્સ અને હેલ્થકેર વર્કર્સ કે જેઓએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અગાઉ લીધો છે તેઓ તા.૭ મે શુક્રવારથી રસીનો બીજા ડોઝ સરળતાથી લઇ શકે તે માટે મહાપાલિકા દ્વારા એસએમએસ મેસેજથી જાણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે લોકોને બીજાે ડોઝ લેવાનો બાકી છે તે તમામ નાગરિકોએ એસએમએસમાંથી તેમના રસીકરણ અને અપોઇનમેન્ટની જાણ કરવામાં આવશે. મેસેજ મળ્યા પછી કેન્દ્ર પર જઈ ત્યાં એસએમએસ બતાવીને રસીકરણ કરાવી શકશે. જે લોકોને એસએમએસ મળે તેઓએ જ રસીકરણ માટે કેન્દ્રો પર લોકોએ જવાનું રહેશે.

રસીકરણના નિયમોથી અજાણ લોકો આજે સવારે રસીકરણ કેન્દ્ર ઉપર લાંબી કતારમાં ઊભા રહી ગયા હતા. તેમને કોર્પોરેશને લીધેલા ર્નિણયની કોઈ જાણ ન હતી. રસી લેવા આવેલા લોકોને જાણ નહોતી કે કોર્પોરેશન જીસ્જી કરશે ત્યારબાદ જ તેમણે રસી લેવા આવવાનું છે. સવારથી કલાકો સુધી ઉભા રહ્યા બાદ રસીકરણના કેન્દ્ર પર ફરજ બજાવતા કોર્પોરેશનના કર્મચારીએ એસએમએસ આવ્યો છે કે કેમ તે તપાસવાનું શરૂ કરતા રસી લેવા આવેલા લોકો આશ્ચર્યમાં મૂકાયા હતા.

તેને જાણ જ નહોતી કે કોર્પોરેશન દ્વારા એસએમએસ આવશે ત્યારબાદ જ સેન્ટર ઉપર આવવાનું છે.
ઘણાખરા લોકોને એસએમએસ અંગે કોઇ માહિતી ન રહેતા તેમના સમય પણ વેડફાયો હતો અને કર્મચારીઓ સાથે રકઝક પણ થઈ હતી. રસીકરણ કેન્દ્ર પર પહોંચેલા લોકો પૈકી મોટાભાગના લોકોને એસએમએસ ન આવતા તેમણે પરત ફરવાનો વખત આવ્યો હતો. કોર્પોરેશન દ્વારા આયોજન કરવા પહેલા અભ્યાસ કરવાની જરૂર જણાઈ રહી છે. સતત બદલાતા નિયમોને કારણે લોકો પણ પરેશાન થઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.