Western Times News

Gujarati News

મોદી એક સાર્વભૌમિક રસી યોજના લાગુ કરવામાં નિષ્ફળ ગયા છે : મમતા બેનર્જી

કોલકતા: વિધાનસભામાં શનિવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર ફરીથી આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી એક સાર્વભૌમિક રસી યોજના લાગુ કરવામાં નિષ્ફળ ગયા છે, પરંતુ પશ્ચિમ બંગાળમાં અમારી સરકાર લોકોના સારા માટે કામ કરશે. બેનર્જીએ કહ્યું કે મે પીએમ મોદીને પત્ર લખ્યો હતો પરંતુ તેમણે હજુ મને જવાબ આપ્યો નથી.

સીએમ મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે અમારા ભાગનો ઓક્સિજન બીજા રાજ્યોને આપવામાં આવી રહ્યો છે. તમે બંગાળમાં હારી ગયા છો, તો તે સ્વીકાર કરો. તેમના દ્વારા ફેલાવવામાં આવેલા ૯૯% વીડિયો ફેક છે. બંગાળ એક એવું રાજ્ય છે જ્યાં તમામ જાતિ અને સમુદાય ભેગા મળીને રહે છે. હું તમામ ધારાસભ્યોને આગ્રહ કરું છું કે તમે તમારા વિસ્તારોમાં શાંતિ જાળવવાની પૂરેપૂરી કોશિશ કરો. તેમને તોફાનો ન ભડકાવવા દો. આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરો.

૨જી મેના રોજ આવેલા પરિણામોમાં મળેલી સફળતાનો હવાલો આપતા બેનર્જીએ કહ્યું કે ટીએમસીએ બેવડી સદી ફટકારી છે. જ્યારે તેમણે અમારા પર દબાણ નાખવા માટે એજન્સીઓનો ઉપયોગ કર્યો, તેમણે મને પ્રતિબંધિત કરી. સાંપ્રદાયિક ટિપ્પણીઓ કરનારાઓ વિરુદ્ધ ચૂંટણી પંચે કોઈ કાર્યવાહી ન કરી. મમતાએ નામ લીધા વગર કહ્યું કે ત્યાં એક વ્યક્તિ બેઠા છે જે પ્રશાસનને ફક્ત પરેશાન કરે છે.
બેનર્જીએ કહ્યું કે જાે ચૂંટણી પંચ તેમની મદદે ન આવ્યું હોત તો તેમને ૩૦ સીટો પણ ન મળી હોત. હું આજે બંગાળ સામે શિશ નમાવું છું

જેમણે અમને જનાદેશ આપ્યો. હું વિધાનસભા અધ્યક્ષને શુભેચ્છા પાઠવું છું કે તેમણે પહેલા પણ ખુબ સારું કામ કર્યું અને આગળ પણ તેઓ બંધારણનું પાલન કરશે. પશ્ચિમ બંગાળની વિધાનસભાનો એક ઈતિહાસ અને પરંપરા છે. તેમણે સતી પ્રથાને ખતમ કરી હતી. આજે યુવા પેઢીએ અમને મત આપ્યા છે અને તે અમારા માટે એક નવી સવાર છે. અમે તે લોકોના આભારી છીએ જેમણે લાંબી લાઈનોમાં ઊભા રહીને અમને ફરીથી સત્તામાં મોકલ્યા.

બેનર્જીએ ચૂંટણી પંચને આડે હાથ લેતા કહ્યું કે ચૂંટણી પંચને તરત સુધારવાની જરૂર છે. બાંગ્લામાં કરોડ છે અને તે ક્યારેય ઝૂકતી નથી. અહીં અનેક મંત્રીઓ આવ્યા અને વિમાનો-હોટલો પર કરોડો રૂપિયા ખર્ચ થયા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.