Western Times News

Gujarati News

ઘર આંગણે રમી રહેલા બાળક પર પીકઅપ વાન ફરી વળી

પ્રતિકાત્મક

સ્થાનિકો દ્વારા પીકઅપ વાનમાં તોડફોડ કરાઈ-દોઢ વર્ષનાં માસુમ બાળક ઉપર પોલ્ટ્રી ફાર્મની બોલેરો પીકઅપ વાન ચડી જતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું

વડોદરા,  શહેરનાં લક્ષ્મીનગરમાં ઘર આંગણે રમી રહેલા દોઢ વર્ષનાં માસુમ બાળક પર બોલેરો પીકઅપ વાન ચડી જતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જેના પગલે રોષે ભરાયેલા સ્થાનિકો દ્વારા પીકઅપ વાનમાં તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. આ મુદ્દે વધારે તપાસ હાથ ધરી છે.

વડોદરાનાં લક્ષ્મીનગરમાં પોલ્ટ્રી ફાર્મની બોલેરો પીકઅપ વાને અહેમદ હાસીમ નામનાં દોઢ વર્ષનાં બાળકને ટક્કર મારી હતી. લક્ષ્મીનગરમાં પોલ્ટ્રી ફાર્મની બોલેરો પીક અપ વાને અહેમદ હાસીમ નામના દોઢ વર્ષનાં બાળકને ટક્કર મારી હતી. જેના પગલે બાળકનું મોત નિપજ્યું હતું. જાે કે પીકઅપ વાનનો ડ્રાઇવર ઘટના બાદ વાન છોડીને ફરાર થઇ ગયો હતો.

જેના પગલે સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જાેવ મળી રહ્યો છે. રોષે ભરાયેલા લોકોએ પીકઅપ વાનમાં તોડફોડ કરી હતી. બાપોદ પોલીસ દ્વારા ઘટના સ્થળે જઇને તપાસ આદરવામાં આવી છે. પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. મૃતકનાં કાકા આસિફ અલીએ જણાવ્યું કે, મારો ભત્રીજાે ઘરના આંગણે રમી રહ્યો હતો, ત્યારે પીકઅપ ગાડીનું ટાયર ફરી વળ્યું હતું. ગાડીને ડ્રાઇવરે બ્રેક પણ મારી નહોતી. ભત્રીજા પર ગાડી ચડાવી દીધી હતી. અમે આ મુદ્દે ન્યાય ઇચ્છીએ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.