Western Times News

Gujarati News

દેશમાં નવા ૩૬૬૯૦૨ કેસ, સપ્તાહમાં ૨૭૦૦૦થી વધુનાં મોત

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના લીધે એક અઠવાડિયામાં ૨૭,૦૦૦ કરતા વધારે દર્દીઓના મોત થયા છે અને ૨૭.૪ લાખ કરતા વધારે નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ભારતમાં કોરોનાની મહામારી આવ્યા પછી પહેલીવાર એક અઠવાડિયામાં આટલા બધા કેસ નોંધાયા છે. મૃત્યુની ટકાવારીમાં ૧૫%નો ઉછાળો નોંધાયો છે. દૈનિક મૃત્યુઆંકની ટકાવારી પાછલા ત્રણ દિવસમાં પહેલીવાર ૧%ને પાર ગઈ છે. પહેલીવાર દેશમાં એક અઠવાડિયામાં ૨૫,૦૦૦ કરતા વધારે કોરોનાના દર્દીઓના મોત થયા છે. પાછલા અઠવાડિયામાં ૨૭,૨૪૩ દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે,

આ પહેલા ૩-૯ મે દરમિયાન ૨૩,૭૮૧ લોકોના એક જ અઠવાડિયામાં મૃત્યુ થયા હતા. ભારતમાં પાછલા અઠવાડિયામાં ૨૭,૪૪,૫૪૫ નવા કેસ નોંધાયા છે, જેમાં પાછલા અઠવાડિયાના ૨૬.૧૩ લાખ કેસ સામે ૫%નો વધારો થયો છે. જ્યારે એપ્રિલ ૨૬થી ૨ મે સાથે સરખામણી કરવામાં આવે તો ૧૬%નો ઉછાળો છે, અને તે પહેલાના અઠવાડિયા સાથે સરખામણી કરવામાં આવે તો તે ૪૭% થાય છે. રવિવારે કોરોનાના નવા કેસ ૪ લાખની નીચે રહ્યા છે,

દેશમાં નવા ૩,૬૬,૯૦૨ કેસ નોંધાયા છે. એટલે કે દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ એક દિવસના કેસ ગુરુવારે (૬ મે) ૪,૧૫,૫૫૪ નોંધાયા હતા. શનિવારની સરખામણીમાં રવિવારે મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાયો છે. રવિવારે ૩,૭૫૧ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ પહેલા પાછલા બે દિવસથી કોરોનાના કારણે ૪૦૦૦ કરતા વધુ દર્દીઓના જીવ જતા હતા. પાછલા ૩ દિવસમાં કુલ કોરોના કેસની સામે નોંધાતા મૃત્યુની ટકાવારી ૧%ને પાર ગઈ હતી. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૧,૦૮૪ કેસો નોંધાયા અને વધુ ૧૨૧ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.

આ સાથે રાજ્યના કુલ મૃત્યુઆંક ૮૩૯૪ પર પહોંચ્યો છે. રાજ્યના મોટા શહેરોમાં કોરોનાના કેસોની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૨૮૮૩, સુરતમાં ૮૩૯, વડોદરામાં ૭૯૦, મહેસાણામાં ૪૮૩, રાજકોટમાં ૩૫૧, જામનગરમાં ૩૪૮ નવા કેસો નોંધાયા છે. જ્યારે અન્ય શહેરોમાં કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો ભરૂચમાં ૨૪૮, પંચમહાલમાં ૨૪૬, જુનાગઢમાં ૨૨૭, ભાવનગરમાં ૨૨૪, ગીર સોમનાથમાં ૨૧૧, આણંદમાં ૧૮૯, દાહોદમાં ૧૮૪, કચ્છમાં ૧૭૯, ખેડામાં ૧૬૧, બનાસકાંઠામાં ૧૪૩, પાટણમાં ૧૪૨, અમરેલીમાં ૧૪૧, મહીસાગરમાં ૧૪૦, ગાંધીનગરમાં ૧૧૨, નવસારીમાં ૧૧૦, સાબરકાંઠામાં ૧૦૮, અરવલ્લીમાં ૧૦૬, વલસાડમાં ૯૮, દેવભૂમિ દ્વારકામાં ૯૪, છોટા ઉદેપુરમાં ૮૪, નર્મદામાં ૮૪, સુરેન્દ્રનગરમાં ૭૪, તાપીમાં ૫૪, મોરબીમાં ૪૪ નવા કેસો નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.