Western Times News

Gujarati News

એક જ ઘરના બે સભ્યોના કોરોનાને કારણે અવસાન થતા યુવતીએ પોતાના લગ્ન ટાળ્યા

વડોદરા: કોરોના વાયરસના કારણે અનેક પરિવારો ઉજડી ગયા છે. ક્યાંક આખે આખો પરિવાર મોતને ભેટ્યો છે તો ક્યાં ઘરના મોભી તો ક્યાંક પરિવારના એકથી વધુ સભ્યોને કોરોના ભરખી ગયો છે. ક્યાં એવી પણ ઘટનાઓ બને છે જ્યાં લગ્ન પહેલા જ પરિવારના મોભીના મોત થયા છે. આવી જ એક કરુમ ઘટના વડોદરામાં બની છે. અહીં પુત્રીના લગ્ન પહેલા જ પિતા અને દાદીનું કોરોનાથી મોત થતાં લગ્નનો ઉત્સાહ માતમમાં ફેરવાયો હતો.

વડોદરાવાસદ નજીક ફાજલપુર ગામમાં રહેતા મહેશ ચીમનભાઇ સોલંકીની પુત્રીના લગ્ન પાદરા તાલુકાના બામણશી ગામમાં નક્કી થયા હતા. લગ્નના રિતરિવાજાે નક્કી કરવા માટે દસેક દિવસ પહેલાં મહેશભાઇ અને તેમના માતા ગંગાબેન સોલંકી બામણશી ગામમાં રહેતા ભાણેજ જમાઇ પરેશભાઇ પઢિયારને ત્યાં ગયા હતા. જ્યાં બંને માતા અને દીકરાની અચાનક તબિયત બગડી હતી અને કોરોનાનો રિપોર્ટ કરાવતા તેઓ પોઝિટિવ આવ્યાં હતા. જાેકે, તે બંનેની પરિવારે ઘણી સેવા કરી હતી. પરંતુ દસ દિવસની સારવાર બાદ મહેશભાઇનું મોત નીપજ્યું હતું. પુત્રની અંતિમક્રિયા બાદ માતાએ પણ પ્રાણ છોડ્યા હતા.

પઢિયાર પરિવારે ઘરે આવેલા સંબંધી મહેશભાઇ અને તેમના માતા કોરોના સંક્રમિત થતાં તેમના ઘેર જ ક્વૉરન્ટીન કરી તેમની સારવાર કરાવી હતી. મહેશભાઇનું સરાવારનાં દસ દિવસે મોત થતાં સબંધી અને તેમના મિત્રોએ મહેશભાઇના અંતિમ સંસ્કાર કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.