Western Times News

Gujarati News

પહેલાથી જ કોવિડ ઉપકરણો પર GSTમાં છૂટ આપવામાં આવી છે :નાણાંમંત્રી સીતારમણ

નવીદિલ્હી: કોરોના વાયરસના સંક્રમણને લઈ હાહાકાર વચ્ચે રાજકીય પ્રહારો પણ ચાલુ જ છે. તાજેતરમાં, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને કેટલાક તબીબી ઉપકરણો, દવાઓ અને કોરોના સંબંધિત અન્ય વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી અને જીએસટીમાં મુક્તિની માંગ કરી હતી. જેને પગલે નાણામંત્રી ર્નિમલા સીતારામણે જવાબ આપ્યો છે. નાણાં પ્રધાને સામાનોનું લીસ્ટ જાહેર કરી કહ્યું છે કે, કોરોનાથી સંબંધિત આ ઉત્પાદનોને ૩ મેના રોજ જ જીએસટી મર્યાદામાંથી મુક્તિ આપવામાં આવી હતી, સાથે આ સામાનો પર કસ્ટમ ડ્યુટી અને આરોગ્ય સેસ પણ માફ કરી દેવામાં આવ્યો છે.

મમતા બેનર્જીના પત્રના જવાબમાં, ર્નિમલા સીતારામને ટ્‌વીટ કર્યું હતું અને આઇજીએસટીમાં છૂટ અપાયેલી વસ્તુઓનું લિસ્ટ શેર કર્યું હતું. આ ઉત્પાદનો પર પહેલાથી જ કસ્ટમ ડ્યુટી અને આરોગ્ય સેસને છૂટ આપવામાં આવી છે. સીતારામને લખ્યું છે કે, કોવિડ રાહત સામગ્રીને આઇજીએસટી સહિતના કસ્ટમ ડ્યુટીમાંથી મુક્ત કરવામાં આવી છે. જે ભારતીય રેડ ક્રોસ દ્વારા આયાત કરવામાં આવે છે, જે દેશમાં વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે.નાણાં પ્રધાને લખ્યું છે કે, રેમડેસિવીર ઇન્જેક્શન, રેમડેસિવિર એપીઆઈ અને આ ડ્રગ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રીને તાત્કાલિક અસરથી ૩ મે ૨૦૨૧થી તમામ ડ્યુટીમાંથી મુક્ત કરવામાં આવી છે.

સીતારામને કહ્યું કે, આસાથે મેડિકલ ઓક્સિજન માટે, ઓક્સિજનના ઉત્પાદન, સંગ્રહ અને પરિવહન માટે વપરાતા ઉપકરણો, કોવિડ દર્દીઓને ઓક્સિજન ઉપચાર પ્રદાન કરવા માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણો જેવા કે ઓક્સિજન કન્સેટ્રેટર્સ, વેન્ટિલેટર, નોન-ઈનવેસિવ ઓક્સિજન માસ્ક વગેરે. આ સાથે, ઈન્ફ્લેમેટ્રી ડાયગ્નોસ્ટિક કિટ અને કોવિડ ટેસ્ટિંગ અને કોવિડ રસી માટે રીજેન્ટ્‌સ.

નાણામંત્રીએ લખ્યું છે કે, ઉપરોક્ત તમામ ચીજાે પર આ મુક્તિ લાગુ પડે છે, જે તેઓ રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા પ્રમાણપત્રના આધારે કોઈ પણ સંસ્થા, રાજ્ય સરકાર, રાહત એજન્સી અથવા સ્વાયત્ત સંસ્થા દ્વારા દેશમાં વિના મૂલ્યે વિતરણ માટે નિશુલ્ક આયાત કરવા પર ઉપરોક્ત તમામ વસ્તુઓ પર લાગુ થાય છે.સીતારામને કહ્યું કે, આ માલની ઉપલબ્ધતા વધારવા સરકારે તેમની વ્યાપારી આયાત પર મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટી અને આરોગ્ય સેસની પણ સંપૂર્ણ મુક્તિ આપી છે.
તેમણે વધુમાં કહ્યું કે, ૧૦૦ રૂપિયા કોઈ આઇટમ પર એકત્રિત કરવામાં આવે છે, તો કેન્દ્ર અને રાજ્યોને અનુક્રમે સીજીએસટી અને એસજીએસટી તરીકે ૫૦ રૂપિયા મળે છે. આ સિવાય સીજીએસટીની ૪૧% આવક રાજ્યોને આપવામાં આવે છે. તો ૧૦૦ રૂપિયામાંથી આશરે ૭૦.૫૦ રૂપિયા એ રાજ્યોનો ભાગ છે.સીતારમણે કહ્યું કે, જાે જીએસટીમાંથી સંપૂર્ણ છૂટ આપવામાં આવે તો આ માલના સ્થાનિક ઉત્પાદકો તેમના ઇનપુટ્‌સ અને ઇનપુટ સેવાઓ પર ચૂકવેલા વેરાની ભરપાઇ કરવામાં અસમર્થ રહેશે અને અંતે ભાવ વધારશે અને ગ્રાહકો પાસેથી વસૂલ કરશે.

નાણાં પ્રધાને કહ્યું કે, ભારત સરકાર ૪૫ વર્ષથી ઉપરના લોકોને અને ફ્રન્ટલાઈન કામદારોને વિના મૂલ્યે કોવિડ રસી આપી રહી છે. સરકારી પુરવઠા પર, સરકાર દ્વારા જીએસટી પણ ચૂકવવામાં આવે છે. રસી ઉપર એકત્રિત કરાયેલ જીએસટી અડધી કેન્દ્ર અને અડધા રાજ્યોને આપવામાં આવે છે. આ સિવાય કેન્દ્રના ૪૧% માંથી રાજ્યો પણ આપવામાં આવે છે. તેથી, રાજ્યો રસીથી કુલ આવકના લગભગ ૭૦% પ્રાપ્ત કરે છે. હકીકતમાં, મામૂલી ૫% જીએસટી વેક્સીનના ઘરેલુ ઉત્પાદકો અને નાગરિકોના હિતમાં છે.

ર્નિમલા સીતારામને કહ્યું કે, જાે જીએસટીને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે તો રસી ઉત્પાદકો પોતાનો ઇનપુટ ટેક્સ ચૂકવી શકશે નહીં અને કિંમતમાં વધારો કરશે, અંતે એટલે કે નાગરિકોએ ચૂકવવાનો વારો આવશે. ૫% જીએસટી દર સુનિશ્ચિત કરે છે કે, ઉત્પાદક આઇટીસીનો ઉપયોગ કરવામાં સક્ષમ છે અને આઇટીસીના ઓવરફ્લોના કિસ્સામાં, રિફંડ કરે. તેથી, જી.એસ.ટી.માંથી વેક્સીનને મુકત કરવાથી ઉપભોક્તાને ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે.

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પીએમ નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને કહ્યું હતું કે, રાજ્ય સરકાર સતત કોરોના મહામારીને પહોંચી વળવા પ્રયાસમાં વ્યસ્ત છે. આ સમય દરમિયાન, મોટી સંખ્યામાં લોકો ઓક્સિજન, ઓક્સિજન કોન્સટ્રેટર, સિલેન્ટર અને કોવિડ સંબંધિત દવાઓ વ્યક્તિગત અને સંગઠિત સંગઠનો દાન પણ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં મમતા બેનર્જીએ અપીલ કરી હતી કે, આ ઉત્પાદનોને જીએસટી અને કસ્ટમ ડ્યુટી જેવા ટેક્સથી છૂટ આપવામાં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.