Western Times News

Gujarati News

અમેરિકામાં ૧૨-૧૫ વર્ષનાં બાળકોને કોરોના વેક્સિન આપવામાં આવશે

Files Photo

વોશિંગ્ટન: આજે કોરોનાનાં સૌથી વધુ કોરોનાનાં કેસ અમેરિકામાં જાેવા મળી રહ્યા છે. ત્યારે આ વચ્ચે હવે અમેરિકાએ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ સોમવારે ૧૨ થી ૧૫ વર્ષની વયનાં બાળકો માટે ફાઇઝર-બાયોએનટેકની વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.

એફડીએએ જણાવ્યું છે કે, મહામારી સામે લડવાની બીજી મહત્વપૂર્ણ કાર્યવાહી કરતી વખતે, અમે કિશોરોમાં (૧૨-૧૫ વર્ષ) ઇમરજન્સી ઉપયોગ માટે ફાઇઝર-બાયોએનટેક કોવિડ-૧૯ રસીને અધિકૃત કરી છે. એફડીએ કમિશનર જેનેટ વુડકોકે આ પગલાંને કોવિડ-૧૯ રોગચાળા સામે લડવાનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ ર્નિણયથી બાળકોને સામાન્ય જીવનમાં પણ જીવવાની તક મળશે.

અગાઉ, રસી ૧૬ વર્ષથી વધુ ઉંમરનાં લોકો માટે માન્ય કરવામાં આવી હતી. એફડીએનાં કમિશનર જેનેટ વુડકોકે કહ્યું, આ પગલાથી અમે બાળકોને કોરોના મહામારીનાં પ્રકોપથી સુરક્ષિત કરી શકીશું. આ આપણને સામાન્યતામાં પાછા ફરવાની અને રોગચાળાને ખતમ કરવાની નજીક લાવશે. જેનેટ વૂડકોકે બાળકોનાં માતા-પિતાને રસી વિશે ખાતરી આપી છે કે આ રસી બધા ધોરણો પર યોગ્ય સાબિત થઇ ચુકી છે. જેનેટ વૂડકોકે કહ્યું, “હું માતા-પિતા અને વાલીઓને ખાતરી આપી શકું છું કે એફડીએએ તમામ ઉપલબ્ધ ડેટાની સખત અને સંપૂર્ણ સમીક્ષા કરી છે.

તે પછી જ તેને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.” અમેરિકી કંપની ફાઇઝરે માર્ચ ૨૦૨૧ માં જાહેર કરાયું હતુ કે તેની રસી ૧૨ વર્ષથી વધુ ઉંમરનાં બાળકોને કોરોનાોથી રક્ષણ કરે છે. અમેરિકા શાળા શરૂ થવાના સમય પૂરા થવા પહેલાં બાળકોને રસી આપવાની યોજના પર કામ કરી રહ્યા છે.

ફાઈઝરએ માર્ચમાં ડેટા જાહેર કર્યો, જેમાં જણાવ્યું હતું કે ૧૨-૧૫ વર્ષની વયના ૨,૨૬૦ વોલિયન્ટર્સને રસી આપવામાં આવી હતી. ટેસ્ટનાં ડેટામાં જાણવા મળ્યું છે કે સંપૂર્ણ રસીકરણ પછી આ બાળકોમાં કોરોના ચેપના કોઈ કેસ મળ્યાં નથી. તેમણે દાવો કર્યો છે કે તેની રસી બાળકો પર ૧૦૦ ટકા અસરકારક છે. ફાઈઝરએ જાણ કરી હતી કે ૧૨ થી ૧૫ વર્ષની વયના બાળકો, જેને ૧૮ વર્ષની વયની તુલનામાં રસી ડોઝ આપવામાં આવ્યો હતો, તેઓ કોરોનાથી સંક્રમિત થયા નહોતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.