Western Times News

Gujarati News

ઈન્ડિયન ઓઈલ પોતાના ફ્રન્ટલાઈન શ્રમિકોની  પડખે મજબૂતીથી ઉભું રહ્યું છે

કંપનીએ તેના ફ્રન્ટલાઈન શ્રમિકોના મેડિકલ ઈન્સ્યોરન્સ રિન્યુ કર્યાં-મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારોને રહેમરાહે સહાય આપવાનું ચાલુ

અમદાવાદઃ મહામારીના આ સમયમાં પોતાના ફ્રન્ટલાઈન શ્રમિકોની પડખે ઉભા રહીને ઈન્ડિયન ઓઈલે 1 મે, 2021થી અમલી બને તે રીતે ઈન્ડિયન ઓઈલ કર્મ યોગી સ્વાસ્થ્ય બીમા યોજના રિન્યુ કરી છે. આ મેડિકલ ઈન્સ્યોરન્સ હેઠળ કંપનીના 3.3 લાખથી વધુ રિટેલ આઉટલેટ કસ્ટમ એટેન્ડન્ટ, એલપીજી ડિલિવરી બોય્ઝ, ટેન્ક ટ્રક ક્રૂ, દેશભરમાં આવેલી પાઈપલાઈન્સના સિક્યુરિટી ગાર્ડ્સ વગેરેને આવરી લેવાશે.

કોરોના મહામારીના આ કઠિન સમયમાં ઉર્જાનો પુરવઠો અસ્ખલિત ધોરણે ઉપલબ્ધ બનાવવાના ઈન્ડિય ઓઈલના પ્રયાસને સફળ બનાવવામાં આ કર્મચારીઓની ભૂમિકા અગ્રેસર રહી છે. ગુજરાત રાજ્યમાં આશરે 17,000 જેટલાં રિટેલ આઉટલેટ કસ્ટમર એટેન્ડન્ટ્સ, એલપીજી ડિલિવરી બોય્ઝસ, ટેન્ક ટ્રક ક્રૂને આ યોજનાથી લાભ થશે.

આ મેડિકલ ઈન્સ્યોરન્સ હેઠળ કંપનીના કર્મચારી, ઉપરાંત તેની પત્ની/પતિ અને બે બાળકોને વીમા કવચ ઉપલબ્ધ બનાવાશે. આ વીમા કવચ અંતર્ગત બીમારી અંતર્ગત હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ અને કોવિડ સંબંધિત રોગના કિસ્સામાં રૂ. 1 લાખ સુધીના ખર્ચનો દાવો કરી શકાશે. વીમેદારના આકસ્મિક મૃત્યુના સંજોગોમાં પરિવારજનોને રૂ. 2 લાખનું વળતર મળશે.

ઈન્ડિયન ઓઈલની કામગીરીમાં ઈન્ડિયન ઓઈલના કર્મચારીઓ હંમેશાં કેન્દ્રસ્થાને રહ્યાં છે. મહામારી દરમિયાન ફિલ્ડમાં રહીને દેશની ઈંધણની જરૂરિયાત પૂર્ણ કરવા નિડરતાપૂરવક ફરજ બજાવતા કર્મચારીઓને સુરક્ષા કવચ પૂરું પાડવાના હેતુથી માર્ચ, 2020માં કર્મયોગી સ્વાસ્થ્ય બીમા યોજના લોન્ચ કરાઈ હતી.

નાણાકીય વર્ષ 2020-21માં આશરે 300 જેટલાં કેસોમાં હોસ્પિટલમાં દાખલ કરાયેલા કર્મચારીઓને તબીબી સહાય ઉપલબ્ધ બનાવાઈ હતી, જ્યારે મૃત્યુના 14 કેસોમાં નાણાકીય વળતરની ચૂકવણી કરાઈ હતી.

આ ઉપરાંત ઈન્ડિયન ઓઈલ દ્વારા કોવિડ-19થી મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારજનોને રૂ. 5 લાખની રહેમરાહની સહાય આપવાની કામગીરી પણ ચાલુ રખાઈ છે. જેમાં ઈન્ડિયન ઓઈલ જેમાં મુખ્ય નોકરીદાતા હોય તેવા સ્થળોએ કાર્યરત કોન્ટ્રાક્ટ લેબર તથા અમારા બિઝનેસ પાર્ટનર્સ દ્વારા ભરતી કરાયેલા કર્મચારીઓ

જેમાં પમ્પ એટેન્ડન્ટ્સ ડિલિવરી બોય્ઝ, પેક્ડ અને બલ્ક ડ્રાઈવર્સ, ટીટી ક્રૂ, પાઈપલાઈનના પેટ્રોલિંગ ગાર્ડ્સ, લોડ઼ર્સ/અનલોડર્સ, તથા અમારા બોટલિંગ/ લ્યુબ્સ, ડ્રમ ફિલિંગ/એક્સપ્લોઝિવ, ક્રાયોજેનિક પ્લાન્ટ્સ, બીડી વેરહાઉસિસ/ અન્ય ઓપરેટિંગ લોકેશન્સ/ કસ્ટમર ટચ પોઈન્ટ્સ પર કાર્યરત અન્ય સહયોગી/સહાયક કર્મચારીઓનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2020-21માં આ જરૂરિયાત ધરાવતાં તમામ 23 પરિવારોને રહેમરાહે વળતરની ચૂકવણી કરાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.