Western Times News

Gujarati News

અમદાવાદ સિવિલમાંથી નિવૃત્ત થયેલ નર્સિગસ્ટાફ પુનઃ કોરોના દર્દીઓની સેવામાં જાેડાયો

Files Photo

(એજન્સી) અમદાવાદ, કોવિડ મહામારીમાં આરોગ્ય કર્મીઓ અગ્રેસર રહ્યા કેટલોક સ્ટાફ તબીબી સેવામાંથી નિવૃત્ત થઈ ગયો હતો પણ ફરજના સાદે તેમને પરત હોસ્પીટલમાં આણ્યા, અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં અગાઉ ફરજ બજાવતા વિદુલાબેન પટેલ,

ભારતીબેન મહેતા અને અંજનાબેન ક્રિશ્ચિયન સિવિલમાં નિવૃત્તિ બાદ ફરીવાર કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા માટેે ફરજ પર હાજર થયા હતા. તેઓ દ્રઢપણે માને છે કે  માનવ સેવા માટેનો આ ઉત્તમ અવસર છે.  અમદાવાદ સિવિલ હોસ્પીટલના આસિસટન્ટ નર્સિગસુપ્રિટેન્ડેન્ટ વિદુલાબેન પટેલે ૩૪ વર્ષની સેવા બાદ ૩૦મી એપ્રિલ, ર૦ર૧ એ નિવૃત્ત્‌ થયા હતા. પણ ખરાબ પરિસ્થિતિને જાણીને તેઓ સ્વેૈચ્છીક રીતે સેવામાં જાેડાયા છે.

વિદુલાબેનની જેમ જ ભારતીબેન મહેતા પણ નિવૃત્તિ બાદ ફરી સિવિલ મેડીસીટી સ્થિત ૧ર૦૦ બેડ હોસ્પીટલમાં એ-૪ વોર્ડમાં ફરજ બજાવે છે. ભારતીબેન કહે છે કે હુૃ અહીં કોવિડના દર્દીઓની સેવાનો મોકો મળ્યો તેની ખુશી છે. સિવિલ હોસ્પીટલમાં રપ વર્ષ સેવા બાદ નિવૃત થયેલા અંજનાબેન ક્રિશ્ચિયનેે ફરી સેવારત થયા છે. હાલ તેઓ ઈએનટી વિભાગમાં કામ કરે છે.

જેમાં મોટાભાગે મ્યુકોરમાઈકોેસિસ ના દર્દીઓની સારવારનુૃં કામ હોય છે. સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડો.જે.વી. મોદી કહે છે કે  કોરોનાગ્રસ્ત દર્દીઓ ની સારવારમાં તબીબોની લગોલગ નર્સિગસ્ટાફની ભૂમિકા પણ ચાવી રૂપ રહી છે.

સિવિલ હોસ્પીટલની કોરોના ડેઝિગ્નેટેડ ૧ર૦૦ બેડ હોસ્પીટલ અને મંજુશ્રી હોસ્પીટલમાં ૧પ૭૪ જેટલો નર્સિગસ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં તહેનાત રહે છે.  અત્યાર સુધીમાં ૪૦૩ જેટલા નર્સિગસ્ટાફ કેોરોનાથી સંક્રમિત થયા બાદ પણ એ જ ઉત્સાહ સાથેે પુનઃ ફરજ પર હાજર થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.