Western Times News

Gujarati News

વહીવટી તંત્રની સતર્કતાને લઇ ગીર સોમનાથ જિલ્લામાં કોઈ જાનહાની નહિ

વૃક્ષો – વિજ થાંભલા પડી જવાથી અસરગ્રસ્ત રસ્તા ઓ તેમજ વીજ પુરવઠો  ઝડપથી પૂર્વવત કરી દેવાશે-અસરગ્રસ્ત વિસ્તારો માં જરૂરી  નિયમોનુસારની સહાય  ચુકવશે

તાઉ-તે વાવાઝોડાને લઈ ગીરસોમનાથ  જિલ્લામાં જિલ્લા વહિવટી તંત્ર અને સ્થાનિક આગેવાનોની પૂર્વં તૈયારીઓ અને રાત્રી ના સમયે  પણ સતર્કતા થી  કોઈપણ  પ્રકાર ની  જાનહાની કે પશુહાની થઇ  નથી  તેમ શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ  વાવાઝોડા  બાદ  વહીવટી તંત્ર  સાથે  સમીક્ષા બાદ જણાવ્યું હતું.

મંત્રી શ્રીએ  વધુ મા જણાવ્યું હતું કે વાવાઝોડા પૂર્વે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ    વાવાઝોડાને લઈ કોઈપણ પ્રકારની જાનહાની ન (ઝીરો કેઝ્યુલટી) માટે વ્યવસ્થા તંત્રને ને વ્યવસ્થા કરવા  જણાવ્યું હતું તે પ્રમાણે ગીરસોમનાથ  જિલ્લામાં  કોઈપણ  પ્રકાર ની  જાન હાની થઇ  નથી.

શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વાવાઝોડા  પૂર્વે થી ગીર સોમનાથ ખાતે કેમ્પ કરી સમગ્ર વહિવટી તંત્ર સાથે વ્યવસ્થાઓનું સંકલન કરી માર્ગદર્શન આપ્યું હતું.

મંત્રીશ્રીએ  જણાવ્યું કે  ઉના, કોડિનાર વિસ્તારમાં વૃક્ષો તેમજ વિજ થાંભલા પડી જવાથી જિલ્લા હાઈવે અને તાલુકાને જોડતા રસ્તાઓ બાધિત થયા છે.જેને આજ ઝડપથી સાંજ સુધીમાં પૂર્વવત કરી દેવાશે તેમજ સમગ્ર જિલ્લામાં PGVCLના 721 જેટલા થાંભલાને અસર થતા વીજળી ખોરવાઈ હતી. તે સંદર્ભે PGVCLનુ તંત્ર ઝડપથી સાંજ સુધીમાં જ વીજળી પૂર્વવત થાય તે માટે સવારથી જ કામે લાગ્યુ છે.

મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, તાઉ-તે વાવાઝોડાને લઈ ઉના, કોડિનારમાં અંદાજે 8 ઈંચ જેટલો વરસાદ થવા પામ્યો છે. આમ છતા કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. પરંતુ મકાનો તેમજ ખેતીવાડીને લઈ જે નુકસાન થયુ હશે તે સંજોગોમાં નિયમ મુજબ રાજ્ય સરકારશ્રીની સહાય ચુકવાશે.

મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યુ હતુ કે ઉના, કોડિનાર તાલુકામાં કેરીના પાક તેમજ ખેતીવાડીને અસર થઈ છે. જે અંગે હું આજે  જ  રૂબરૂ મુલાકાત લઈ  સ્થાનિક અસરગ્રસ્તો પાસે માહિતી મેળવીશ.

તાઉ-તે વાવાઝોડા પછીની સમીક્ષા બેઠકમાં કલેક્ટરશ્રી અજય પ્રકાશ, પ્રભારી સચિવશ્રી દિનેશ પટેલ, ડીડીઓશ્રી જીતેન્દ્ર ખટાળે , બીજ નિગમના  ચેરમેન રાજસિંહ ભાઈ  જોટવા,ધારાસભ્યશ્રી ભગાભાઈ બારડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.