Western Times News

Gujarati News

સાઉદીમાં કામ કરનારા લાખો ભારતીયોને આંચકો

સાઉદીમાં ભારતીયોની યાત્રા પર રોક યથાવત, પાક.ને છૂટ પાકિસ્તાનના PM ઈમરાનખાને (Imran Khan) તાજેતરમાં સાઉદીની મુલાકાત લીધી હતી, એ પછી પ્રતિબંધ હટાવવામાં આવ્યો

નવી દિલ્હી,  સાઉદી અરબે પોતાને ત્યાં કામ કરનારા લાખો ભારતીયોને ઝાટકો વાગે તેવો ર્નિણય લીધો છે. કોરોના સંક્રમણના કારણે ગયા વર્ષે સાઉદી અરબે ભારતીયોના સાઉદી અરબ આવવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.

આ પ્રકારના પ્રતિબંધ બીજા દેશો પર પણ લગાવવામાં આવ્યા હતા.જેથી કોરોના સંક્રમણને દેશમાં ફેલાતુ અટકાવી શકાય. હવે જાેકે સાઉદી અરબે આ પ્રતિબંધો ઉઠાવી લીધા છે પણ આ દેશોની યાદીમાં ભારતનુ નામ નથી. જ્યારે પાકિસ્તાનના લોકો પર મુસાફરી કરવાના પ્રતિબંધને ઉઠાવી લેવામાં આવ્યો છે.

પાકિસ્તાનના પીએમ ઈમરાનખાને તાજેતરમાં સાઉદીની મુલાકાત લીધી હતી અને એ પછી આ પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. સાઉદી અરબ દ્વારા એલાન કરવામાં આવ્યુ છે કે, ૧૭ મેથી દેશની સીમાઓને ખોલવામાં આવશે. જે લોકોને વેક્સીન લાગી ચુકી છે અને જેમણે છેલ્લા ૬ મહિનાથી ઓછા સમયમાં કોરોનાને માત આપી છે તેવા લોકોને દેશમાં પ્રવેશ કરવા મંજૂરી અપાશે.કોરોનાના જાેખમને કવર કરતી મેડિક્લેમ પોલિસી હોય તેવા ૧૮ વર્ષથી વધુ વયના નાગરિકોને પણ સાઉદી અરબમાં આવવાની મંજૂરી અપાશે.

જે દેશો પરનો પ્રતિબંધ હટાવાયો છે તેઓ પોતાની એરલાઈન્સનુ સંચાલન પૂરી ક્ષમતાથી કરી શખશે. જાેકે કોરોના સામે હજી પણ ઝઝૂમી રહેલા દેશોના નાગરિકોને સાઉદીમાં આવવાની મંજુરી હજી નથી અપાઈ અને તેમાં ભારત, લિબિયા, સીરિયા, લેબેનોન, યમન, ઈરાન, તુર્કી, આર્મેનિયા, સોમાલિયા, કોંગો, અફઘાનિસ્તાન, વેનેઝુએલા અને બેલારુસનો સમાવેશ થાય છે. આ ર્નિણયથી ભારતમાં રહેનારાઓને મોટો ઝાટકો લાગ્યો છે.સાઉદી અરબમાં અત્યાર સુધીમાં કોરોનાના .૪૩૦ લાખ કેસ સામે આવી ચુક્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.