Western Times News

Gujarati News

કોરોના પોઝિટિવ રુબીના અનુભવ શેર કરતા રડી પડી

ઘરે માતા-બહેન જ્યોતિકા ઘણું સારું ધ્યાન રાખી રહ્યા છે જેના કારણે કોરોના જેવા વાયરસનો સામનો કરી શકી

મુંબઈ: ટીવી એક્ટ્રેસ રુબીના દિલૈક થોડા દિવસો પહેલા કોરોનાથી સંક્રમિત થઈ હતી, ત્યારપછી તે પોતાના ઘરે શિમલા જતી રહી હતી અને ત્યાં હોમ ક્વોરન્ટાઈન થઈ હતી. રુબીના દિલૈકે તાજેતરમાં એક વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે હવે તેની તબિયત સારી છે અને ૭૦ ટકા રિકવર થઈ ચુકી છે. ઘરે તેના માતા અને બહેન જ્યોતિકા ઘણું સારું ધ્યાન રાખી રહ્યા છે જેના કારણે કોરોના જેવા જીવલેણ વાયરસનો સામનો કરી શકી.

રુબીનાએ અન્ય એક વીડિયો શેર કરીને પોતાના કોરોના વાયરસ સામેના સંઘર્ષનો અનુભવ શેર કર્યો છે. પોતાની સ્થિતિ અને સ્ટ્રગલ વિષે વાત કરતી વખતે રુબીના રડી પડી હતી. તેણે આ વીડિયો પોતાની યૂટ્યુબ ચેનલ પર શેર કર્યો છે. રુબીના જણાવે છે કે રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા તેને પહેલો વિચાર એ આવ્યો હતો કે એક મહિના પછી તે પ્લાઝમા ડોનેટ કરી શકશે. વીડિયોમાં તેણે પ્રાથમિક લક્ષણો વિષે પણ વાત કરી છે.

તેણે જણાવ્યું કે, પહેલા શરીર દુખવાની શરૂઆત થઈ, ત્યારપછી માથામાં દુખાવો થયો અને પછી તે શિમલા જવા નીકળી પડી. તેને લાગતુ હતું કે તે કોરોના પોઝિટિવ છે. શિમલા પહોંચીને તેણે ટેસ્ટ કરાવ્યો જે પોઝિટિવ આવ્યો. ત્યારપછી તેને બે દિવસ સુધી તાવ રહ્યો, કફની સમસ્યા થઈ. પરંતુ રુબીનાએ કાળજીપૂર્વક ઘરેલુ નુસ્ખા શરૂ કર્યા. રુબીના જણાવે છે કે, ઉકાળો તો હું રોજ પીઉં છું, સાથે જ મેં પ્રાણાયામની પણ શરૂઆત કરી. અત્યારે થોડી અશક્તિ છે. હું લોકોને અપીલ કરુ છું કે પોતાનું ખાસ ધ્યાન રાખે. હાથને અવારનવાર સેનિટાઈઝ કરે.

ગરમ પાણી પીતા રહો. પોતાની પાણીની બોટલ અલગ રાખો. ભાવુક થઈને રુબીનાએ કહ્યું કે તે પોતાને ઘણી ભાગ્યશાળી માને છે કે તેનો પરિવાર અને પતિ આટલા સારા છે, જે તેનું ધ્યાન રાખે છે, કાળજી રાખે છે અને પ્રેમ પણ કરે છે. હું જાણુ છું કે તમે લોકો મારા માટે પ્રાર્થના કરી રહ્યા છો અને તે મારા સુધી પહોંચી પણ રહી છે. હું ઈચ્છુ છું કે તમે કોરોના સંક્રમિત પ્રત્યેક વ્યક્તિ માટે પ્રાર્થના કરો. હું મદદ કરવા માંગુ છું, માટે હું તમારી કંઈ પણ મદદ કરી શકતી હોય તો મને ચોક્કસપણે કહેજાે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.