Western Times News

Gujarati News

કોરોનાને કારણે ઈનકમ બંધ થઈ ગઈ છે : હિમાની શિવપુરી

પીઢ અભિનેત્રી અનેક હિટ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે છતાં અત્યારે તેમનો સંઘર્ષનો કપરો સમય ચાલી રહ્યો છે

મુંબઈ: કોરોના વાયરસને કારણે લોકોએ ભારે આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકડાઉનને કારણે ઘણાં લોકોના કામ બંધ થઈ ગયા છે. અન્ય ઈન્ડસ્ટ્રીની જેમ બોલિવૂડમાં પણ કામ રોકાઈ ગયું છે અને ફિલ્મ તેમજ ટીવી સાથે જાેડાયેલા અનેક લોકોએ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. વેટરન એક્ટ્રેસ હિમાની શિવપુરીએ પણ આ સંદર્ભમાં પોતાની વ્યથા ઠાલવી છે.

હિમાનીના જણાવ્યા અનુસાર, આ અત્યંત કપરો સમય છે. ખાસકરીને મોટી ઉંમરના એક્ટર્સ માટે જેમની પાસે આવકનું કોઈ સાધન નથી. એક વેબ પોર્ટલ સાથેની વાતચીતમાં હિમાની શિવપુરીએ જણાવ્યું કે, ઘણાં કલાકારો માટે અત્યારે સંઘર્ષ કરવાનો સમય ચાલી રહ્યો છે. પાછલા એક વર્ષથી ઘણી ઓછી આવક થઈ રહી છે. અમારા ક્ષેત્રમાં કોઈ પ્રોવિડન્ટ અથવા કેર ફંડ નથી હોતું જેનો ઉપયોગ મુશ્કેલીના સમયમાં કરી શકાય. હિમાની આગળ જણાવે છે કે, સમય કપરો છે પરંતુ મેં હજી આશા નથી છોડી અને મને વિશ્વાસ છે

એક દિવસ બધું ઠીક થઈ જશે. દરેક વ્યક્તિએ પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવું જાેઈએ. ઘરે રહો અને સાવધાન રહો. ઈમ્યુનિટી મજબૂત કરવાની સાથે સાથે ઈમોશનલ અને ફિઝિકલ સ્ટ્રેન્થ પર કામ કરવાની પણ જરૂર છે. ઉલ્લેખનીય છે કે હિમાની શિવપુરીએ ટીવીની સાથે અનેક હિટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેમ કે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, મેં પ્રેમ કી દિવાની હું, હીરો નંબર વન, હમ આપકે હૈ કૌન, મેંહદી વગેરે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.