Western Times News

Gujarati News

અનિલ કપૂરે પત્ની સુનિતાને પરિવારનો આધાર ગણાવી

મુંબઈ: એક્ટર અનિલ કપૂર અને ડિઝાઈનર સુનિતા કપૂર આજે વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે. બંને વર્ષ ૧૯૮૪માં લગ્નના બંધનમાં બંધાયા હતા. અનિલ અને સુનિતાના લગ્નજીવનને ૩૭ વર્ષ પૂરા થયા છે ત્યારે એક્ટરે સોશિયલ મીડિયા પર પત્ની સાથેની કેટલીક તસવીરો શેર કરી છે અને તેના માટે કેટલીક ખાસ વાત પણ કહી છે. અનિલ કપૂરે લખ્યું છે કે, દરેક લવ સ્ટોરી અને દરેક લવ ક્વોટ્‌સ આપણી લવ સ્ટોરીની સામે નાના છે. જ્યારે તું સાથે હોય છે ત્યારે હું સુરક્ષિત અને ખુશ હોવ છું.

તું આપણા પરિવારનો પાયો છે અને અમને નથી જાણતા કે તારા વગર અમે જીવનમાં શું કરત. હું વચન આપું છું કે તને હંમેશા પ્રેમ કરીશ અને તું જેની હકદાર છે તે તને આપીશ. અનિલ કપૂરે જે તસવીરો શેર કરી છે, તેમાંથી પહેલી તસવીરમાં તેઓ પત્ની સુનિતા સાથે જાેવા મળી રહ્યા છે. બીજી તસવીરમાં કપલ બંને દીકરો, બંને ભાઈઓના પરિવાર સાથે જાેવા મળી રહ્યું છે.

એક તસવીર કપલના યુવાનીના સમયની છે. અનિલ કપૂરે જેવી આ પોસ્ટ શેર કરી કે, ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ તરત જ આ એવરગ્રીન કપલને શુભેચ્છા પાઠવવા લાગ્યા. ફરાહ ખાને લખ્યું છે કે, પાપાજી તમે આધારની જેમ શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છો. ખરેખર સુનિતાએ તમારી સાથે કંઈક કર્યું છે.

આ સિવાય મહીપ કપૂર, એકતા કપૂર, ઝોયા અખ્તર, રિતેશ દેશમુખ, સુનીલ શેટ્ટીએ હેપી એનિવર્સરી’ વિશ કર્યું છે. બોલિવુડના એવરગ્રીન એક્ટર અનિલ કપૂરનો પત્ની પ્રત્યેનો પ્રેમ પણ એવરગ્રીન છે. ૨૫મી માર્ચે અનિલ કપૂરની પત્ની સુનીતનો બર્થ ડે હતો. પત્નીને ખુશ કરતાં એક્ટરે ગિફ્ટમાં એક મોંઘીદાટ કાર આપી હતી. અનિલ કપૂરે સુનીતાને જે કાર ગિફ્ટમાં આપી હતી, તે બ્લેક મર્સિડિઝ બેન્ઝ જીએલએસ હતી, જેની હાલની કિંમત ૧ કરોડ રૂપિયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.