Western Times News

Gujarati News

મેદાનના સેટ માટે બોની કપૂરે ૩૦ કરોડ ખર્ચયા હતા

મુંબઈ: મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં તૌકતે વાવાઝોડું ટકરાયા બાદ અજય દેવગણની ફિલ્મ ‘મેદાન’નો સેટ ધરાશાયી થયો હતો. ત્યારે હવે ફિલ્મના પ્રોડ્યૂસરે બોની કપૂરે ત્રીજી વખત સેટ બનાવડાવવો પડશે. થયેલા નુકસાન વિશે વાત કરતાં બોની કપૂરે જણાવ્યું કે, સેટ સંપૂર્ણ રીતે તૂટી ગયો છે અને હું ત્રીજી વખત તેને બનાવડાવીશ’. પહેલી બે વખત શું થયું હતું તેમ પૂછતાં ફિલ્મમેકરે ખુલાસો કર્યો કે, ‘પહેલીવાર લોકડાઉન થયું બાદમાં આવેલા વરસાદના કારણે સેટ તૂટી ગયો હતો અને અમારે ફરીથી બનાવવો પડ્યો હતો અને જાે લોકડાઉન ન થયું હોત

તો અમે અમારી ફિલ્મનું શૂટિંગ પણ પતાવી લીધું હોત. બોની કપૂરે પહેલાથી જ સેટ બનાવવા પાછળ ૨૨ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે અને તેને ફરીથી ઉભો કરવા માટે ૭ કરોડ રૂપિયા ખર્ચવા પડશે. ‘પિચ સિવાય આખો સેટ ભાંગી ગયો છે. જાે કે, પિચને પણ થોડું નુકસાન થયું છે.

ક્યુરેટર અમને ખાતરી આપી છે કે, તે તેને બચાવવા માટેની વ્યવસ્થા કરશે. પરંતુ અમે પહેલાથી જ ૩૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને કામ હજી બાકી છે’, તેમ બોની કપૂરે જણાવ્યું. વિનાશના પગલે ફિલ્મમેકરે પહેલાથી જ સેટને ફરીથી બનાવવાની સૂચના આપી દીધી છે અને એકવાર સરકાર શૂટિંગ શરૂ કરવાની મંજૂરી આપે કે તરત જ ફરીથી શૂટિંગ શરૂ કરવાની તેમની યોજના છે.

‘મેદાન’ની રિલીઝને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે બોની કપૂરે કહ્યું કે, ‘મારી ફિલ્મો થિયેટર માટે છે અને અમે ફિલ્મનું પોસ્ટ-પ્રોડક્શન શરૂ કરી દીધું છે અને તેને સિનેમા હોલમાં જ રિલીઝ કરવાનો હેતુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.