દેશના અનેક શહેરોમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયાને પાર પહોંચી
નવીદિલ્હી: એક દિવસની તેજી બાદ સોમવારે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર નથી થયો. દેશની રાજધાની દિલ્હી સહિત તમામ મહાનગરોમાં આજે કિંમતો સ્થિર છે. સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલના ભાવ માં ૧૫થી ૧૭ પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં ૨૫થી ૨૯ પૈસા પ્રતિ લીટર સુધીનો વધારો કર્યો હતો. આ વધારા બાદ દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ ૯૩.૨૧ રૂપિયા અને ડીઝલ ૮૪.૦૭ રૂપિયા પહોંચી ગયો.
નોંધનીય છે કે, દેશના અનેક શહેરોમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. ગત ૨૦ દિવસમાં સમયાંતરે અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં વધારો જાેવા મળ્યો છે. ૪ મે બાદથી અત્યાર સુધી રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૩.૨૪ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ ૨.૯૪ રૂપિયા પ્રતિ લીટર સુધી વધ્યો છે.
દેશના રાજયોમાં દિલ્હી- પેટ્રોલ ૯૩.૨૧ રૂપિયા અને ડીઝલ ૮૪.૦૭ રૂપિયા પ્રતિ લીટર છે.,મુંબઈ- પેટ્રોલ ૯૯.૪૯ રૂપિયા અને ડીઝલ ૯૧.૩૦ રૂપિયા પ્રતિ લીટર છે.,ચેન્નઈ- પેટ્રોલ ૯૪.૮૬ રૂપિયા અને ડીઝલ ૮૮.૮૭ રૂપિયા પ્રતિ લીટર છે.,કોલકાતા- પેટ્રોલ ૯૩.૨૭ રૂપિયા અને ડીઝલ ૮૬.૯૧ રૂપિયા પ્રતિ લીટર છે.