Western Times News

Gujarati News

સુશીલના મેડલ છીનવી ફાંસીની સજાની માગણી

છત્રસાલ મેદાનમાં ટ્રેનિંગ લેતા સાગરની હત્યાનો કેસ-કેસની ન્યાયિક તપાસ થવી જાેઈએ જેથી રાજકીય સંબંધોની પોલીસ તપાસ પર અસર ન પડે, સાગરના પિતાની માગ

નવી દિલ્હી,  સાગર રાણાના માતા-પિતાએ સુશીલ કુમારને ફાંસીની સજાની માંગ કરી છે. તેમણે બે વખતના ઓલિમ્પિક ચંદ્રક વિરુદ્ધ તપાસ કરતી એજન્સીઓને આ કેસની યોગ્ય રીતે તપાસ કરવા જણાવ્યું છે. સુશીલ અને તેના સાથીઓ પર ૨૩ વર્ષીય કુસ્તીબાજ સાગરની હત્યા કરવાનો આરોપ છે. સાગર દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં ટ્રેનિંગ લેતો હતો.

સાગર રાણાના માતા-પિતાને ચિંતા છે કે સુશીલ કુમાર તપાસને પ્રભાવિત કરવા માટે તેમના ‘રાજકીય પ્રભાવ’ નો ઉપયોગ કરી શકે છે. સાગરના પિતા અશોકે કહ્યું કે ન્યાયિક તપાસ પણ થવી જાેઈએ જેથી સુશીલ કુમારના રાજકીય સંબંધોની પણ પોલીસ તપાસ પર અસર ન પડે. સાગરની માતાએ સુશીલ પર જાેરદાર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે સુશીલને મેન્ટોર કહેવાનો કોઈ અધિકાર નથી.

જણાવી દઈએ કે, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે રવિવારે સવારે સુશીલ કુમાર અને સહ આરોપી અજય કુમારની મુંડકા વિસ્તારથી ધરપકડ કરી હતી. છેલ્લા ૧૮ દિવસથી પોલીસ તેની શોધમાં હતી. જાે કે, ધરપકડ બાદ હવે સુશીલ અને તેના સાથીને ૬ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચ આ કેસની તપાસ કરી શકે છે. સાગરની માતાએ કહ્યું, ‘જેણે મારા પુત્રની હત્યા કરી છે તેને મેન્ટર કહેવાવાનો કોઈ અધિકાર નથી. સુશીલ જે પણ મેડલ જીત્યા છે તે તેની પાસેથી છીનવી લેવા જાેઈએ. અમને આશા છે કે પોલીસ આ મામલે સારી રીતે તપાસ કરશે પરંતુ સુશીલ કેસને પ્રભાવિત કરવા માટે તેના રાજકીય સંબંધોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે. આશા છે કે અમને ન્યાય મળશે.

તપાસ એજન્સીઓ પાસે સુશીલના કથિત ગુનેગારો સાથેના સંબંધોની પણ તપાસ કરવાની માંગ કરી હતી. સાગરના પિતા દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ છે. તેમણે કહ્યું, ‘અમને ન્યાયની આશા છે. તે ક્યાં ગયો હતો અને કયા છુપાયો હતો? તેને કોણે સહારો આપ્યો? અને સૌથી અગત્યનું, તે ગેંગસ્ટર્સ જેમનો તેની સાથે સાથે સંબંધ છે. તેને ફાંસી આપવી જાેઈએ જેથી લોકોને પાઠ મળે અને પોતાના લોકોની હત્યા કરતા પહેલા વિચાર કરે.’

નોંધનીય છે કે સાગર સુશીલને પોતાનો ગુરુ માનતો હતો. તે જે મકાનમાં રહેતો હતો તે સુશીલની પત્નીના નામે રજિસ્ટર્ડ હોવાનું કહેવાઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.