Western Times News

Gujarati News

પરીક્ષાના પહેલાં જ છાત્રએ ફ્લેટથી કૂદી મોત વ્હાલું કર્યું

પ્રતિકાત્મક

વડોદરા, કોરોનાકાળમાં વિદ્યાર્થીઓ મૂંઝવાયા છે. આવામાં વડોદરામાં એક વિદ્યાર્થીના આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન એક્ઝામના ચાર કલાક પહેલા જ ૧૯ વર્ષના વિદ્યાર્થીએ ૯ મા માળેથી કૂદકો મારીને મોત વ્હાલુ કર્યું છે. ત્યારે પુત્રને ગુમાવ્યાની જાણ થતા જ માતાપિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ બનાવ બુધવારનો છે. રાજેશ રમણ કુમાર બેન્ક ઓફ બરોડાની રિજનલ બ્રાન્ચમાં નોકરી કરે છે. તેમના પરિવારમાં પત્ની, એક પુત્રી અને એક પુત્ર છે. આ પરિવાર ઓલ્ડ પાદરા રોડ પર આવેલ ભદ્રલોક ફ્લેટના ૯ મા માળે રહે છે. તેમનો પુત્ર આયુષ ચંડીગઢની કોલેજમાં બી ટેકના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.

હાલમાં કોરોનાના કારણે તે વડોદરામાં ઘરે આવ્યો હતો. તેનો ઓનલાઇન અભ્યાસ ચાલુ હતો. બુધવારે બપોરે ૨ વાગ્યે તેની ઓનલાઈન પરીક્ષા હતી. પરંતુ તે પહેલા સવારે ૧૦ વાગ્યે તેણે ૯ મા માળની ગેલેરીમાંથી નીચે કૂદકો માર્યો હતો. આટલે ઊંચેથી પટકાતા જ આયુષનું મોત નિપજ્યું હતું. આયુષે કેમ આવુ પગલુ ભર્યું તે જાણવા મળ્યું નથી. કારણ કે, તેના રૂમમાંથી કોઈ સ્યૂસાઈડ નોટ પણ મળી નથી. તેથી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.