Western Times News

Gujarati News

૧૨થી ૧૭ વર્ષની ઉંમરના બાળકોને રસી આપવા માટે સરકારને નિર્દેશ આપે

Files Photo

નવીદિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં ૧૨ વર્ષના એક બાળકે દિલ્હી હાઈકોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે. બાળક તરફથી દાખલ કરાયેલી અરજીમાં માગણી કરાઈ છે કે હાઈકોર્ટ ૧૨થી ૧૭ વર્ષની ઉંમરના બાળકોને રસી આપવા માટે સરકારને નિર્દેશ આપે.
અત્રે જણાવવાનું કે દિલ્હી હાઈકોર્ટે આ અરજી પર કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે ૪ જૂન સુધીમાં સરકાર પાસે જવાબ માંગ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા ૧,૮૬,૩૬૪ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો ૨,૭૫,૫૫,૪૫૭ પર પહોંચી ગયો છે. જ્યારે ૨૩,૪૩,૧૫૨ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં કુલ ૨,૪૮,૯૩,૪૧૦ લોકો રિકવર થયા છે. આ અગાઉ ગુરુવારે બહાર પડેલા આંકડા મુજબ નવા ૨.૧૧ લાખ નવા કેસ નોંધાયા હતા. જ્યારે ૩૮૪૨ દર્દીઓના જીવ ગયા હતા. જ્યારે ૨૬મી મેના રોજ ૨.૦૮ લાખ નવા કેસ નોંધાયા હતા અને ૪૧૫૭ દર્દીઓના મોત થયા હતા.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ ગુરુવારે દેશભરમાંથી ૨૦,૭૦,૫૦૮ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. આ સાથે કુલ કોરોના ટેસ્ટનો આંકડો ૩૩,૯૦,૩૯,૮૬૧ પર પહોંચ્યો છે. દેશમાં કોરોના સંક્રમિત થવાનો દર પણ ઘટીને ૯ ટકા થયો છે. છેલ્લા ચાર દિવસથી તે ૧૦ ટકાથી ઓછો છે. સંક્રમણનો સાપ્તાહિક દર પણ ઘટીને ૧૦.૪૨ થયો છે. મૃત્યુદરની વાત કરીએ તો કોવિડ-૧૯થી મૃત્યુદર ૧.૧૬ ટકા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.