Western Times News

Gujarati News

લગ્નની ના પાડતાં મહિલાના અશ્લિલ વીડિયો વાયરલ કર્યો

Files Photo

ભોપાલ:કોલાર વિસ્તારમાં રહેતી યુવતીનો ન્યૂડ વિડીયો ઓનલાઈન પ્લેટફોર્મ પર લીક થઈ ગયો છે. આ અંગે મહિલાએ પોલીસમાં  ફરિયાદ કરી છે. તપાસ અધિકારી પ્રેક્ષા મૌર્યએ કહ્યું કે ૨૫ વર્ષીય યુવતીએ જાન્યુઆરીમાં તેના સ્માર્ટ ફોનમાં એક લાઇવ સ્ટ્રીમિંગ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. તેણે એપ્લિકેશન્સ દ્વારા પૈસા કમાવવા માટે વેબ હોસ્ટિંગ શરૂ કરી અને ઘરેથી જ કામ કરતી હતી.

પોલીસે જણાવ્યું કે આ દરમિયાન મહિલા આરોપીના સંપર્કમાં આવી હતી. વેબ હોસ્ટિંગ દરમિયાન બે લોકો તેના મિત્ર બન્યા. મહિલાએ આરોપીઓને કહ્યું હતું કે મારો પતિ દારૂનો વ્યસની છે. દારૂ પીધા પછી મારી સાથે દુર્વ્યવહાર કરે છે. ત્યાર પછી બંને મહિલાઓએ વોટ્‌સએપ કોલ કરવાનું શરૂ કર્યું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીઓએ મહિલાને અશ્લીલ ચેટ કરવા દબાણ કર્યું હતું. આ પછી બંને મહિલાઓને અશ્લીલ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનું શરૂ કર્યું. આ સાથે સ્ક્રીન રેકોર્ડરની મદદથી આરોપીઓએ મહિલાની વિડીયો ચેટ પણ રેકોર્ડ કરી.

તે પછી આરોપીઓએ મહિલા પર લગ્ન માટે દબાણ કરવાનું શરૂ કરી દીધું હતું. સાથે જ ધમકી આપવાનું પણ શરૂ કર્યું કે અમે તમારો ન્યૂડ વિડીયો સોશિયલ સાઇટ પર શેર કરી દઈશુ. ત્યારબાદ મહિલાએ તેના પતિને આ ઘટનાની જાણકારી આપી હતી. મહિલાના પતિએ જ્યારે આરોપીઓને ફોન કર્યો તો તેને પણ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી.
૨૩ મેના રોજ આરોપીએ મહિલાના નવા નંબર પર ન્યૂડ વિડીયો મોકલ્યો હતો. સાથે જ મહિલાના પતિ અને તેના ઘણા સંબંધીઓને પણ વિડીયો મોકલ્યા હતા. મહિલાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓ સામે તપાસ શરૂ કરી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.